10 લાખ બેંક કર્મચારીઓ આજથી હડતાળ પર, બેંકિંગ સેવાઓ રહેશે એકદમ ઠપ્પ

વેતન સંશોધનની પોતાની માગણીઓ પર દબાણ વધારવા માટે સાર્વજનિક બેંકના લગભગ 10 લાખ કર્મચારીઓ આજે અને આવતી કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકકર્મી ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) તરફથી પ્રસ્તાવિત બે ટકાથી વધારે વેતન વધારો નહીં કરવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે.

આગામી કેટલાક દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. વેતન સંશોધનની પોતાની માગણીઓ પર દબાણ વધારવા માટે સાર્વજનિક બેંકના લગભગ 10 લાખ કર્મચારીઓ આજે અને આવતી કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકકર્મી ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) તરફથી પ્રસ્તાવિત બે ટકાથી વધારે વેતન વધારો નહીં કરવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે. અખિલ ભારતયી બેંક કર્મચારી સંઘ (એઆઈબીઈએ)એ જાણકારી આપી. આ હડતાળનું નેતૃત્વ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (યુએએફબીયુ) કરી રહ્યું છે. જે નવ યુનિયનોનું નેતૃત્વ કરી રહેલ સંગઠન છે. બેંકકર્મીઓએ જણાવ્યું કે તેમના વેતનમાં પહેલી નવેમ્બર 2017થી વૃદ્ધિ થઈ નથી.

અખિલ ભારતીય બેંક અધિકારી પરિસંધ (એઆઈબીઓસી)એ જણાવ્યું છે કે મુખ્ય શ્રમાયુક્ત  સમક્ષ વેતન સંશોધન સંબંધી માગણીઓને લઈને સમાધાન લાવવા માટે બોલાવેલી બેઠકમાં કોઈ નિષ્ફળ ગઈ છે. જેને જોતા યુએએફબીયુ સંલગ્ન તમામ નવ બેંક યુનિયનોએ હડતાળના આહ્વાન સાથે આગળ વધવાનો ફેસલો લીધો છે.

 એઆઈબીઓસી મહાસચિવ ડીટી ફ્રાંકોએ કહ્યું કે બેઠકમાં યુએએફબીયુના નેતાઓએ પોતાની માગણીઓ રજુ કરી જેમાં કહેવાયું કે માગણીઓ પર પગલું લેવામાં પહેલા જ ઘણી વાર કરી નાખી છે. બે ટકા વેતન વધારો યોગ્ય નથી. આ સાથે જ બેંકોના 7 સ્કેલ સુધીના અધિકારીઓના વેતનદરોમાં વેતન સંસોધન વાતચીમાં સામેલ કરવાની પહેલેથી જે વ્યવસ્થા હતી તેને ચાલુ રાખવી જોઈએ.

તેમણે કહ્યું કે કર્માચારીઓને તેમની આકરી મહેનતના આધારે વેતન મળવું જોઈએ, બેંકોના નફાના આધારે નહીં. વાતચીત દરમિયાન યુએએફબીયુના નેતાઓએ બેંકોના પરિચાલન નફાના આંકડાઓ સામે રાખ્યાં અને જણાવ્યું કે તે બમણો થયો છે. કયા પ્રકારે મેનેજમેન્ટે સ્ટાફના ખર્ચામાં ઘટાડો કર્યો છે અને કારોબાર કઈ રીતે બમણો થયો છે. ભારતીય બેંક સંઘે વાતચીતમાં કોઈ નવી રજુઆત નથી કરી પરંતુ વાતચીત જારી રાખવાનું આશ્વાસન આપ્યું છે.

બેંક સંઘે 5 મેના રોજની બેઠકમાં કર્મચારીઓના વેતનમાં બે ટકાના વધારાની રજુઆત કરી હતી જેને કર્મચારી યુનિયનોએ અન્યાય ગણાવીને ફગાવી હતી. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (એઆઈબીઈએ)ના મહાસચિવ સી એચ વેંકટચલમે કહ્યું કે મુખ્ય શ્રમાયુક્તે કર્મચારીઓના મુદ્દાનું સમર્થન કર્યું અને બેંક સંઘને સકારાત્મક વલણ અપનાવવાનું જણાવ્યું. બેંક સંઘના પ્રતિનિધિઓએ કહ્યું કે તેઓ સંશોધિત રજુઆત પર વિચાર કરશે પરંતુ તેમણે યુએએફબીયુને પોતાની માગણીઓ જણાવવાનો પણ આગ્રહ કર્યો.

બેંક કર્મચારીઓના રાષ્ટ્રીય સંગઠન (એનઓબીડબલ્યુ)ના ઉપાધ્યક્ષ અશ્વીની રાણાએ જણાવ્યું કે 21 સાર્વજનિક ક્ષેત્રની બેંકો, જૂની પેઢીની બેંકો અને વિદેશી બેંકોના 10 લાખ કર્મચારીઓ બે દિવસની પ્રસ્તાવિત હડતાળમાં ભાગ લેશે. આ અંગેના સમાધાનની બેઠક સોમવારે થઈ હતી. મુખ્ય શ્રમ આયુક્ત (સીએલસી)એ આઈબીએને  4-7 સ્કેલના અધિકારીઓની સાથે વેતનવાર્તાથી અલગ નહીં હોવા સંબંધી અન્ય વિવાદ પેદા ન કરવા જણાવ્યું.

હડતાળના આહ્વાનને જોતા સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બડોદા, સહિતની સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ પહેલા જ ગ્રાહકોને જાણ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે જો હડતાળ થઈ તો બેંકના કામકાજ પર અસર પડી શકે છે.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar