લુણાવાડા સતત બીજી વખત પાલિકામાં કોંગ્રેસે બાજી મારી

લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં આજે કોગ્રેસે ફરી એક વખત બાજી મારીને પોતાની સત્તા ટકાવી રાખી હતી.

લુણાવાડા સતત બીજી વખત પાલિકામાં કોંગ્રેસે બાજી મારી

 લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં આજે કોગ્રેસે ફરી એક વખત બાજી મારીને પોતાની સત્તા ટકાવી રાખી હતી. કોગ્રેસમાંથી જયેન્દ્રસિંહ સોલંકીના નામનું મેન્ડેટ નીકળતા તેમને પ્રમુખ તરીકે અને ઇદરીશ સુરતીને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા. લુણાવાડા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આજે લુણાવાડા નગરપાલિકા હોલ ખાતે પ્રાન્તઅધિકારી ની દેખરેખ હેઠળ યોજાઇ હતી. જેમાં કોગ્રેસમાંથી પ્રમુખ પદ માટે જયેન્દ્રસિંહ સોલંકીએ દાવેદારી કરી હતી જયારે ભાજપમાથી મૂળજીભાઇ રાણાના નામનો મેન્ડેટ આવ્યો હતો જેમાં જયેન્દ્રસિંહ સોલંકીને 15 મત મળતા વિજય થયા હતાં.


Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar