લુણાવાડા કાલિકા માતાના ડુંગરનો કરોડોના ખર્ચે વિકાસ થશે

પ્લે ગ્રાઉન્ડ, ગરબા ગ્રાઉન્ડ, કમળ તળાવ, ટેરેસીંગ, ગાર્ડન, નાના ગાર્ડન તેમજ કિલ્લા પર જવા મેઈન ગેટ જેવું નિર્માણ કરવા માટે વન વિભાગ દ્વારા આ કિલ્લાનું નવિનિકરણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવતાં પૌરાણિક આસ્થા ધરાવતો કાલિકાગઢ આગામી સમયમાં આ સ્થળ મહીસાગર જિલ્લાવાસીઓ માટે આકર્ષણરૂપ પર્યટક સ્થળ બની રહેશે.

લુણાવાડાની ઉત્તર તરફ મહીસાગર નદી અને દક્ષિણ તરફ પાનમ નદી પસાર થાય છે. લુણાવાડા શહેરમાં જ સર્વે નંબર 430 અને 411 જંગલની વિશાળ જમીન ધરાવે છે. સર્વે નંબર430માંમૂળ લુણાવાડા નગર 11 મી સદીમાં ચૌલુક્ય વંશના સોલંકી રાજાઓએ વસાવેલું છે. 

હાલ તો માત્ર પુરાણા કિલ્લાની દીવાલ લગભગ1165 જેટલી અસ્તિત્વ ધરાવે છે. આ દીવાલની અંદર જ પૌરાણિક મહાકાલી મંદિર આવેલું છે. આ સિવાય દક્ષિણની ધસ ઉપર મોટું જંગલ આવેલું છે. લુણાવાડાથી પસાર થતા શામળાજી- વાપી ચારમાર્ગીય હાઇવે પસાર થાય છે. લુણાવાડામાં બન્ને તરફથી આવતાં-જતાંઆ હાઇવે ઉપર થી 5કી.મી દૂરથી જ આ કિલ્લાની ભવ્યતા ઊંચા ડુંગર ઉપર નયનરમ્ય લાગે છે.આજ કિલ્લા ઉપર આવેલી એક પુરાણી ચોકી કે જે હાલ જર્જરિત અવસ્થામાં છે. તે પણ બહુ જ સુંદર દેખાય છે.તેમજ લુણાવાડા નગરમાં બહુ જ ગીચ વસ્તી છે. શહેરમાં લોકોને બાળકો ને હરવા ફરવા માટે કોઈ મોટી ખુલ્લી જગ્યા કે મેદાન આવેલું નથી. કિલ્લા ઉપર જંગલ વિસ્તારમાં આવેલું કાલિ મંદિર સમગ્ર લુણાવાડા નગર તેમજ જિલ્લાવાસીઓની શ્રધ્ધાનું કેન્દ્ર છે.હાલમાં આ મંદિરે જવાનો જે રસ્તો છે તે સિવાય નવો રસ્તો તેમજ કિલ્લા ઉપર જે દીવાલ આવેલી છે. તેનું સમારકામ કરી કિલ્લાની શોભા વધારવાનું તેમજ પ્લે ગ્રાઉન્ડ, ગરબા ગ્રાઉન્ડ, કમળ તળાવ, ટેરેસીંગ, ગાર્ડન, નાના ગાર્ડન તેમજ કિલ્લા પર જવા મેઈન ગેટ જેવું નિર્માણ કરવા માટે વન વિભાગ દ્વારા આ કિલ્લાનું નવિનિકરણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવતાં પૌરાણિક આસ્થા ધરાવતો કાલિકાગઢ આગામી સમયમાં આ સ્થળ મહીસાગર જિલ્લાવાસીઓ માટે આકર્ષણરૂપ પર્યટક સ્થળ બની રહેશે. 

મહીસાગર જિલ્લામથકનું કાલિકા માતાના ડુંગર તરીકે જાણીતા સ્થળને રળિયામણું બનાવવા વનવિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વિકાસલક્ષી કામો માટેની દરખાસ્ત તૈયાર થઈ બજેટ ફાળવણી માટે અગ્રીમતાના ધોરણે આ સ્થળનેઅંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નવીનીકરણ થશે. તસવીરમાં લુણાવાડા કાલીકા માતાજી મંદિરના ડુંગરનો નકશો. 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar