મહિસાગર જિલ્લા શિક્ષણ અધિકારીના વિવાદિત પરિપત્રથી શિક્ષકોમાં વધતો રોષ

શિક્ષકોની લાગણી દુભાઈ છે,પરિપત્ર પાછો ખેચો:જિલ્લા શિક્ષણ સંઘ

મહીસાગર જિલ્લામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, કારકુનો અને સેવકોને અવાર નવાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વહીવટી કામ અર્થે આવવું પડતું હોય છે. કામ અર્થે આવતા કર્મચારીને કચેરીમાં તેમની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવતા હુકમથી રોષ ફેલાયો છે.

પરિપત્રમાં જણાવ્યું છે કે શાળાઓના શિક્ષણકાર્યના ભોગે શાળાના આચાર્ય, કારકુન અને સેવકો જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીએ વારંવાર આવતા જણાય છે. કચેરીના વહીવટી કામ અર્થે આવવાનું થાય તો શાળાના આચાર્ય તેમજ કારકુન બંનેમાંથી કોઈપણ એક જ વ્યક્તિએ અથવા તો કારકુનને જ કચેરીમાં મોકલવાના રહેશે. કોઈપણ સંજોગોમાં શૈક્ષણિક કાર્ય બગાડી શિક્ષકો, ગ્રંથપાલને કચેરીમાં કામ અર્થે મોકલવા નહીં. તેમ છતાં મોકલવામાં આવશે તો જે પ્રશ્ન ઉપસ્થિત થશે તેની જવાબદારી શાળાના આચાર્યની રહેશે. આચાર્ય અને કારકુને કચેરીના કામ અર્થે આવવાનું થાય તો સંબંધિત ટેબલે કારકુનને ન મળતા મુખ્ય કારકુન અધિક્ષકને મળવાનું રહેશે. માન્ય સંઘોના હોદ્દેદારોએ કોઈપણ રજુઆત કરવી હોય તો અગાઉથી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તારીખ અને સમય મેળવી મુલાકાત લેવાની રહેશે.

કચેરીમાં મુલાકાત અંગે આવવાનું થાય તો મુલાકાતી રેજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે આવા કડક તઘલખી નિયમનું પાલન કાર્ય બાદ જ કચેરીમાં મુલાકાતે જઈ શકાશે બીજી તરફ જિલ્લા શિક્ષણ  અધિકારી ની આ સરમુખ્યત્યાર શાહી નો વિરોધ વંટોળ જાગતા મહીસાગર જિલ્લાના માન્ય સંઘોની સંઘોની સંકલન સમિતિની આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં આ પરિપત્રને વાંધાજનક ગણાવી વિરોધ રજુ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક પાછો ખેંચી લેવા માંગ કરાઈ હતી.

કચેરી પર આવવું હોય તે સ્કૂલમાં રજા મૂકીને આવે 
જીલ્લાની શાળાઓ ની જ્યારે મુલાકાત લીધી ત્યારે ઘણા બધા શિક્ષકો અવારનવાર ગેરહાજર જોવા મળ્યા હતા જેના કારણે આ પરીપત્ર કરાયો છે. જો કોઈ ને કોઈ રજૂઆત હોય તો સોમવાર અને ગુરુવારે રજા મૂકી ને આવવું. પરીપત્ર શિક્ષણ ના હિત માં કરવામાં આવ્યો છે. -શિલ્પા પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગર 


વિવાદિત પરિપત્ર પરત ખેંચવા રજૂઆત કરીશું 
જીલ્લા શક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલા વિવાદિત પરિપત્ર ની કેટલીક બાબતો થી નિષ્ઠાવાન શિક્ષકો તથા આચાર્યો ની લાગણી દુભાઈ છે.જેથી આજ ની અમારી મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ ની સંકલન સમિતિ ની બેઠક માં અમે તેનો વિરોધ કરીએ છીએ અને આ વિવાદિત પરિપત્ર પરત ખેંચવા રજૂઆત કરીશું. -એસ કે પટેલ, અધ્યક્ષ જિલ્લા શિક્ષણ સંઘ સંકલન સમિતિ 

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar