થાઈલેન્ડઃ વિશ્વનું સૌથી મોટુ રેસ્ક્યૂ ઓપરેશન સફળ, તમામ 13 લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા

થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા ફુટબોલ ટીમના 12 પ્લેયર અને તેના કોચને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ સાથે સૌથી મહત્વનું ઓપરેશન સફળ થયું છે.

થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા તમામ 12 બાળકો અને તેમના કોચને બહાર કાઢી લેવામાં આવ્યા છે. છેલ્લા બે સપ્તાહથી ફસાયેલા બાળકો અને કોચને બહાર કાઢવા માટે યુદ્ધસ્તર પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું. મંગળવારે તમામ બાળકો અને કોચને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર આવ્યા છે. 

મિશનમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે, બાળકો બહાર નિકળીને ખૂબ ખુશ છે. બાળકો ભૂખ્યા છે અને મનપસંદ ડિશ ખાવા ઇચ્છે છે. કેટલાક બાળકોએ પસંદગીની બ્રેડ અને ચોકલેટની માંગ કરી છે. પરંતુ બાળકોને માત્ર પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. 

મિશનના ચીફ નારોંગસક ઓસોતોકોર્ને સોમવારે જણાવ્યું હતું કે, ત્રીજુ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછો 20 કલાકનો સમય જોઈએ, પરંતુ આ સમયે હવામાન અને પાણીના સ્તર પ્રમાણે બદલી શકે છે. તેમણે જણાવ્યું કે, બાળકોને અત્યારે તેમના માતા-પિતાથી દૂર રાખવામાં આવ્યા કારણ કે, સ્વાસ્થ્ય અધિકારીઓને અત્યારે ઇન્ફેક્શનનો ખતરો દેખાઇ રહ્યો છે. 

થાઇલેન્ડના બાળકો અને ફુટબોલ કોચની સુરક્ષિત વાપસી માટે વિશ્વભરમાં પ્રાર્થના થઈ રહી છે. બીજીતરફ વિશ્વના ઘણા દેશોના ગોતાખોર અને નિષ્ણાંત બાળકોને સલામત કાઢવા માટે અભિયાનમાં થાઇલેન્ડ સરકારની મદદ કરી રહ્યાં છે. થાઇલેન્ડના વડાપ્રધાને ભારતનો પણ ખાસ આભાર માનતા કહ્યું કે, ભારતીય એમ્બેસીનું સતત સમર્થન મળી રહ્યું છે અને ભારતમાં અમારા બાળકો માટે દુવા કરવામાં આવી રહી છે. ભારતીયો પ્રત્યે આભારી છું. 

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Zee24Kalak