તમારી કાર માટે કામની છે આ 5 વસ્તુ, કિંમત 500 રૂ.થી પણ ઓછી

લોકો ક્યારેક પોતાની કારમાં એક્સ્ટ્રા એક્સેસરિઝ લગાવવાનું પસંદ કરતા હોય છે. જોકે, એલોય વ્હીલ્સ, નવા કવર અથવા નવી ઓડિયો સિસ્ટમ મોંઘી પડે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત ઘણી ઓછી છે અને આ તમને ઘણી મદદરૂપ થઇ શકે છે. અમે તમને આજે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ. જેને તમે તમારીમાં રાખવાનું પસંદ કરશો.

લોકો ક્યારેક પોતાની કારમાં એક્સ્ટ્રા એક્સેસરિઝ લગાવવાનું પસંદ કરતા હોય છે. જોકે, એલોય વ્હીલ્સ, નવા કવર અથવા નવી ઓડિયો સિસ્ટમ મોંઘી પડે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત ઘણી ઓછી છે અને આ તમને ઘણી મદદરૂપ થઇ શકે છે. અમે તમને આજે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ. જેને તમે તમારીમાં રાખવાનું પસંદ કરશો.


એન્ટી સ્લિપ ડેશબોર્ડ મૈટ

આ નાના પેડ્સ સામાન્ય રીતે રબ્બર જેલના બનેલા હોય છે અને તેનો ઉપયોગ ચાવી, મોબાઇલ ફોન તથા વોલેટ જેવી વસ્તુઓને સાચવીને રાખવા માટે કરવામાં આવે છે. એન્ટી સ્લિપ મૈટ્સ સ્થિર વિજળીનો ઉપયોગ કરે છે, જેથી તેમાં રાખેલી કોઇપણ વસ્તુ નીચે ન પડે. આ ડ્રાઇવિંગ કરતી વખતે આંખોની સામે પણ નથી આવતા અને તેની કિંમત પણ ઘણી ઓછી હોય છે. તેને તમે 500 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો.

 

મોબાઇલ ફોન કાર ચાર્જર

તેમાં કોઇ શંકા નથી કે મોબાઇલ ફોનની જરૂરિયાત વધી રહી છે અને કાર ચાર્જર એક કોમન એક્સેસરિઝ બની ગયા છે. ગુગલ મેપથી લઇને મ્યૂઝિક સાંભળવા સુધીનું કામ મોબાઇલ ફોનથી કરવામાં આવી રહ્યં છે. જેમાં વઘારે બેટરીનો ઉપયોગ થયા છે. તેવામાં કારમાં ચાર્જરની જરૂર વધી જાય છે. જોકે કાર ચાર્જર ખરીદતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે ચાર્જર 3A અથવા તેના કરતા વધારેના રેટિંગનું ખરીદવું જોઇએ.

 

મોબાઇલ ફોન કાર માઉન્ટ

આજકાલ લોકો ગુગલ મેપનો ઉપયોગ વધારે માત્રામાં કરી રહ્યા છે, તેનો સૌથી સુરક્ષિત રીતે ઉપયોગ કરવા માટે તમારા સ્માર્ટફોનને સાવચેતી સાથે ડેશબોર્ડ અથવા વિંડસ્ક્રીન પર રાખવો જોઇએ. આ માટે તમે નવા ‘મેગ્નેટિક’ માઉન્ટનો ઉપયોગ કરવો જોઇએ, જે વધારે સુરક્ષિત રહે છે. તેની કિંમત પણ ઘણી ઓછી હોય છે.

 

મલ્ટી પર્પઝ માઇક્રોફાઇબર કાર ક્લોથ

કારની અંદર અનેક ભાગોમાં ધૂળ અને બીજા કણો આવી જાય છે. જેને સંપૂર્ણપણે સાફ કરવામાં મુશ્કેલી થાય છે. તેવામાં તમે જો માઇક્રો ફાઇબર કપડાંનો ઉપયોગ કરો તો તમારું કામ સરળતાથી થઇ જશે. સામાન્ય રીતે 80 ટકા પોલિસ્ટર અને 20 ટકા નાયલોનમાંથી બનાવવામાં આવે છે. જેનાથી કારને સારી રીતે સાફ કરી શકાય છે અને ક્યાંય ડસ્ટ રહેતી નથી.

 

કાર સીટ બેલ્ટ કુશન

લાંબી મુસાફરી દરમિયાન રિયર અને ડ્રાયવર સીટની બાજુમા બેસેલો લોકો કમ્ફર્ટેબલ ફીલ કરતા નથી. તેવામાં એક સીટ બેલ્ટ કુશન ફ્રંટ અથવા બેક સીટ પર બેસેલા લોકોને થોડોક સમય ઉંઘ માટે કમ્ફર્ટ આપે છે. તેની કિંમત 300 રૂપિયાથી શરૂ થાય છે.

For More Info Like Our Facebook Page : 

https://www.facebook.com/LunawadaInfo/