લુણાવાડાના ગઢ ગામમાં 3 વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોનો દાવો, 4 બકરાનું મારણ કર્યું

લુણાવાડા તાલુકાના ગઢ ગામમાં 3 વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોએ દાવો કરતા વન વિભાગ દોડતુ થઇ ગયું છે. ત્રણ વાઘે મળીને 4 બકરાનું મારણ કર્યું હતું. જ્યારે એક બકરાને જંગલમાં ખેંચી ગયા હતા.
  • 11 ફેબ્રુઆરીએ નાઇટ વિઝન કેમેરામાં એક વાઘ દેખાયો હતો
  • 3 વાઘના દાવાથી વન વિભાગે તપાસ હાથ ધરી
બકરા ચરાવવા ગયેલો વ્યક્તિ ઝાડ પર ચડી ગયો
ગઢ ગામનો એક વ્યક્તિ ખેતરમાં બકરા ચરાવવા માટે ગયો હતો. તે સમયે 3 વાઘે અચાનક જ બકરાઓ પર હુમલો કરી દીધો હતો. જેથી બકરા ચારનાર વ્યક્તિ ઝાડ પર ચડી ગયો હતો. અને ગામ લોકોને ફોન કરીને બોલાવી લીધા હતા.
કેમેરાવાળો મોબાઇલ ન હોવાથી ફોટો ન પાડી શક્યો
બકરા ચરાવવા ગયેલા વ્યક્તિ પાસે કેમેરાવાળો મોબાઇલ ન હોવાથી તે 3 વાઘનો ફોટો પાડી શક્યો ન હતો. 
3 વાઘ હોવાની શક્યતા નકારી ન શકાયઃ આરએફઓ
આરએફઓ રોહિત પટેલે જણાવ્યું હતું કે, જંગલમાં 3 વાઘ હોવાની શક્યતાને નકારી ન શકાય, જંગલમાં 3 વાઘ હોઇ શકે છે. જેની ખરાઇ કરવા માટે અમે જંગલમાં 10 નાઇટ વિઝન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દીધુ છે. 
જંગલમાં વાઘનો પરિવાર હોવાની શક્યતા
મહીસાગરના જંગલમાં એક વાઘ દેખાયા બાદ હવે 3 વાઘનો હોવાનો દાવો થઇ રહ્યો છે, ત્યારે જંગલમાં વાઘનો આખો પરિવાર રહેતો હોવાની શક્યતા સેવાઇ રહી છે. 

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar