GPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૪૭૪ જગ્યાઓ ઉપર ભરતી

ડે. કલેકટર , ડી.વાય.એસ.પી., મામલતદાર, ટી.ડી.ઓ., ટેકસ ઓફીસર , ચીફ ઓફીસર, સિવિલ તથા મિકેનીકલ એન્જીનીયર, સેકશન ઓફીસર, શ્રમ અધિકારી વિગેરે પદો માટે પસંદ થવાની અમુલ્ય તકઃ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ

ગુજરાતનું યુવાધન જે સરકારી ભરતીની કાગડોળે રાહ જોઇ રહયું હતું તે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-૧ અને ર ની કુલ ૪૭૪ જગ્યાઓની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓમાં ર૯૪ જગ્યાઓ તો ગુજરાત વહીવટી સેવા તથા મુલ્કી સેવા વર્ગ-૧ અને ર તથા નગર પાલીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-રની છે. કે જેમાં અરજી કરવા માટેની લઘુતમ લાયકાત ગ્રેજયુએશન છે તથા વયમર્યાદા ર૦ થી ૩પ વર્ષ છે. સરકારના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. આ સિવાયની અન્ય પોસ્ટસ માટેની ભરતી માટે અલગ-અલગ કવોલીફીકેશન રાખવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૭-૨૦૧૮ (બપોરે ૧ વાગ્યા સુધી) છે.

ઓનલાઇન અરજી સંદર્ભેની માહીતી, ભરતી વિશેની સંપુર્ણ માહીતી, શૈક્ષણીક લાયકાચ, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉમરમાં છુટછાટ, અરજી ફી, જાહેરાતની સામાન્ય જોગવાઇઓ વિગેરે તમામ વિગતો https://gpsc.gujarat.gov.in/ તથા https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટસ ઉપર જોઇ શકાય છે. ઉમેદવારની ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણાશે. ઓનલાઇન અરજી માટે ઉમેદવારે ઓટીઆર (વન ટાઇમ રજીસ્ટ્રેશન) કર્યા બાદ અરજી ફરજીયાતપણે કન્ફર્મ કરવાની હોવાનું જાહેરાતમાં જણાવાયું છે.

ગુજરાત પબ્લીક સર્વિસ કમીશન (જીપીએસસી) દ્વારા જે જગ્યાઓ માટે ભરતી આવી છે તેમાં ઇન્સ્પેકટીંગ ઓફીસર (કોર્ટ ફીઝ) વર્ગ-૧, મદદનીશ સિવિલ એન્જીનીયર વર્ગ-ર, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પોગ્રામ અધિકારી વર્ગ-૧, નાયબ કલેકટર-નાયબ જીલ્લા વિકાસ અધિકારી વર્ગ-૧, નાયબ પોલીસ અધિક્ષક, સહત્યક રાજય વેરા કમિશ્નર, નાયબ નિયામક (વિકસતી જાતી), નાયબ નિયામક (અનુસુચીત જાતી), આદિજાતી વિકાસ મદદનીશ કમિશ્નર (તમામ જગ્યાઓ વર્ગ-૧) તથા વર્ગ-ર ની જગ્યાઓમાં સેકશન ઓફીસર (સચિવાલય તથા જીપીએસસી) મામલતદાર, રાજય વેરા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સરકારી શ્રી અધિકારી, આદિજાતી વિકાસ અધિકારી, જીલ્લા નિરીક્ષક જમીન દફતર, મદદનીશ નિયામક (અન્ન અને નાગરીક પુરવઠાની કચેરી), સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી), નશાબંધી અને આબકારી અધિક્ષક, નગર પાલીકા મુખ્ય અધિકારી, એનાલીટીકલ કેમીસ્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફીસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર (યાંત્રીક) વર્ગ-૧ તથા નાયબ નિયામક (ગુજરાત સંકલીત બાળ વિકાસ સેવા) વર્ગ-૧ની જગ્યાનો પણ સમાવેશ થાય છે. તમામ જગ્યાઓ માટેની પ્રાથમીક કસોટી સંભવતઃ સપ્ટેમ્બર ર૦૧૮ થી ડીસેમ્બર ર૦૧૮ સુધીમાં લેવાનાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાત વહીવટી તથા મુલ્કી સેવા વર્ગ-૧ અને ર તથા નગર પાલીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-ર માટેની પ્રાથમીક કસોટીની સંભવીત તારીખ ર૧-૧૦-ર૦૧૮ છે. મુખ્ય પરીક્ષાની સંભવીત તારીખ ૧૭,ર૩ અને ર૪ ફેબ્રુઆરી ર૦૧૯ છે. ઉપરાંત ઇન્ટરવ્યુનો સંભવીત મહિનો જુલાઇ -ર૦૧૯ રહેશે.

તો મિત્રો થઇ જાવ તૈયાર સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો સામે આવી ગયો છે. યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. મનગમતી નોકરી ન શું મળે? સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com