લુણાવાડામાં ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ કરાયો

મહીસાગરના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકની દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૬૫૦ શાખા તેમજ ૩૨૫૦ એક્સેસ પોઇન્ટ હશે. મહીસાગરની તમામ પોસ્ટ ઓફીસ આઇપીપીબી હેઠળ જોડાઇ છે. આજ રોજ મહીસાગર જિલ્લા મથક લુણાવાડા વૃંદાવન હોલ ખાતે આઇપીબીપીનો પ્રારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી દિલ્હી તાલ કટોરા સ્ટેડીયમ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદૃઘાટન સમારોહનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યુ હતું. બેન્કનો પ્રારંભ કરતા માન. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આઇપીપીબીને આમ જનતા માટે એક સુગમ, સરળ અને ભરોસાપાત્ર બેન્ક તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશના દરેક ખુણામાં આવેલ ૩,૦૦,૦૦૦ થી વધારે પોસ્ટ ઓફિસ તેમજ ગ્રામીણ ડાક સેવકોનું વિશાળ નેટવર્કનો લાભ મળશે. 

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવાનું છે. જેમાં તમે સેવિંગ્સ એકાઉન્ટની સાથે કરન્ટ એકાઉન્ટ પણ ખોલી શકશો. IPPB તમામ લોકો ના ઘરે ઘરે જઈને આ સેવા પહોંચાડશે જ્યારે પોસ્ટમેન માટે આનંદની વાત એ છે કે પોસ્ટમેનના ઉત્સાહમાં વધારો કરવા IPPB ને થતા ફાયદાની ૩૦ ટકા રકમ કમિશન પેટે પોસ્ટમેન ને અપાશે . મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ સેવક , અજયભાઈ દરજી , એસસીસ્ટન્ટ સુપ્રિડેંટ ઓફ પોસ્ટઑફિસ જે.આઈ.મન્સૂરી, લુણાવાડા પોસ્ટ ઇન્સ્પેક્ટર વી.એન.પંચાલ સહીત લુણાવાડા પોસ્ટલ ઉપ વિભાગના તમામ જી.ડી.એસ ભાઈઓ  બહેનોની ઉપસ્થિતિમાં 'ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક' નો પ્રારંભ કરાવ્યો હતો.   

મહીસાગર જિલ્લામાં ૪ ઍક્સેસ પોઇન્ટ લુણાવાડા મુખ્ય પોસ્ટ ઓફિસ , મોટા સોનેલા,લીંબડીયા અને વડગામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમામ ગ્રામીણ ડાક સેવકોને મોબાઇલ ડિવાઇસ અને ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. મહીસાગરના તમામ પોસ્ટમેન આ સેવા માટે રોકવામાં આવશે. આ પ્રસંગે કયુઆર કાર્ડનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar