આવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 41મી એજીએમમાં મહત્વની જાહેરાત કરી હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીએ 41મી એજીએમમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં જિયો ફોન-2 સિવાય જિયો GigaFiber બ્રોડબેન્ડ સેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે આના માટે રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જિયો GigaFiber માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે અને આના મારફતે કંપની બ્રોડબેન્ડના માર્કેટમાં એન્ટ્રી લેવાની છે. ખાસ વાત તો એ છે કે જિયો GigaFiber સાથે DTH કનેક્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં યુઝર્સને સ્માર્ટ હોમની સુવિધા મળશે. રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલાં એકવાર ચોક્કસ જાણી લેવું જોઈએ કે તમને આમાં શું મળે છે અને કઈ રીતે એને બુક કરાવી શકાય. 

રિલાયન્સ જિયો GigaFiberની ખાસ વાત  છે કેએમાં યુઝર્સને રાઉટર સાથે સેટ ટોપ બોક્સ પણ મળશે. આ સેટ ટોપ બોક્સથી યુઝર્સ જિયો GigaTVનો પણ લાભ લઈ શકશે. GigaFiber સેટ ટોપ બોક્સ મારફતે સ્માર્ટ ટીવીથી આખા દેશમાં HD વીડિયો કોલ્સ પણ કરી શકાશે. આ સેવાની શરૂઆત દેશના 1100 શહેરોમાં એકસાથે થશે. 

વ્યક્તિ માય જિયો એપ કે પછી જિયોની ઓફિશિયલ વેબસાઇટથી જિયો GigaFiberને બુક કરાવી શકે છે. 15 ઓગસ્ટથી આ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે.  જે શહેરમાંથી સૌથી વધારે યુઝર્સ રજિસ્ટર્ડ થશે ત્યાંથી GigaFiberની શરૂઆત કરવામાં આવશે. સર્વિસ એક્ટિવેટ થશે એ  પછી જિયો સર્વિસ એન્જિનિયર ઘરે આવીને કનેક્શન ઇન્સ્ટોલ કરશે. 

જિયો GigaFiberના પ્લાનની વાત કરીએ તો આમાં શરૂઆતના પ્લાન 500 રૂ.થી માંડીને વધારેમાં વધારે 1500 રૂ.નો પ્લાન હશે.

કિંમત    વૈદ્યતા       ડેટા યુસેજ      સ્પીડ
500    30 દિવસ    300GB    50 Mbps
750    30 દિવસ    450GB    50 Mbps
999    30 દિવસ    600GB    100 Mbps
1299  30 દિવસ   750GB     100 Mbps
1500  30 દિવસ   900GB     150 Mbps

જિયો Jio GigaTVમાં સેટ ટોપ બોક્સમાં હાઇ સ્પિડ બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પગ મુકતા જ ડેટા અને કોલ્સના દરમાં પડકાર ઉભો કર્યો હતો. આવી જ રીતે હવે બ્રોડબેન્ડ સેવામાં પણ પ્રાઇસ વોર શરૂ થવાની છે. જિયોની બ્રોડબેન્ડ સર્વિસને કારણે સૌથી વધુ નુકસાન એરટેલને થાય એવી શક્યતા છે. આ પ્રાઇસ વોરનો યુઝર્સને પુરેપુરો ફાયદો થશે. 

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com