"મહીસાગર ના આરે " સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત સાહિત્યપર્વ.

"સમયને પાથરી બેઠો નયન મારા ભરી બેઠો કદી ક્યાં સહેજ ફંટાયો,મહીસાગર સરી બેઠો "

"મહીસાગર ના આરે " સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત સાહિત્યપર્વ

અનેક સાહિત્યકારો ને જન્મ આપનારા આ લુણાવાડા માં સાહિત્ય ને લગતા કાર્યક્રમો ખૂબ ઓછા થાય છે કે પછી થતા જ નથી એમ કહી શકાય ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શબ્દ યાત્રા "મહીસાગર ને આરે" કિસાન સ્કુલ ના યજમાન પદે યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમ માં પદ્મશ્રી પ્રવીણ દરજી સાહેબ, જાણીતા લેખક કવિ મણિલાલ હ. પટેલ(પાલ્લા) , ગુજરાત ના જાણીતા કવિ ગઝલકાર ખલિલ ધનતેજવી સાહેબ અને ખાસ સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ એવા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહેશે . તો યુવા કવિયત્રી એશા દાદાવાલા અને રમેશ ઠક્કર પણ હાજર રહેશે .


આપણી જ માટી ના રત્નો એવા આપણા નજીક ના જ અને લુણાવાડા જોડે નાતો ધરાવતા કવિજનો ડો. રાજેશ વણકર, વિનુ બામણિયા'અતીત' (બાકોર), નરેન્દ્ર જોશી(લુણાવાડા) , શૈલેષ ચૌધરી'અગમ'( માળીયા), પિયુષ પરમાર(સંતરામપુર) પણ સૌને પોતાની અનોખી રચનાઓ નો આસ્વાદ કરાવશે તો શૈલેષ પંડ્યા 'ભીનાશ' સૌને ને એક તાંતણે ગૂંથી આપણી સમક્ષ રજુ કરશે..

આવો મહામુલો મોકો વારંવાર મળતો નથી 
અકાદમી અને સૌ સાહિત્યમહારથીઓ મહેમાન છે લુણાવાડા અને કિસાન સ્કુલ યજમાન છે તો સૌ સાહિત્યપ્રેમીઓ ને પધારવા આહવાન છે .
【સ્થળ અને કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત નીચે ની ઇમેજ માં જોઈ શકો છો 】 


©નિખીલ પટેલ

Like Our Facebook Page for More Info : 

https://www.facebook.com/LunawadaInfo/