લુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ.

લુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ ચૂંટણી ને આડે માત્ર હવે 6 દિવસ રહી ગયા છે ત્યારે રાજકીય પક્ષો નો ચૂંટણી પ્રચાર ચરસસીમા પર છે.. આગામી વિધાનસભામાં #122 લુણાવાડાના ઉત્તરાધિકારી કોણ હશે ???

#લુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ 
ચૂંટણી ને આડે માત્ર હવે 6 દિવસ રહી ગયા છે ત્યારે રાજકીય પક્ષો નો ચૂંટણી પ્રચાર ચરસસીમા પર છે..
આગામી વિધાનસભામાં #122 લુણાવાડાના ઉત્તરાધિકારી કોણ હશે ???


#ચૂંટણીજંગ ના ઉમેદવારો  #


#મનોજભાઈ પટેલ 

મિલનસાર સ્વભાવના,સ્વચ્છ છબી ધરાવતા ભાજપ ના પાયા ના કાર્યકર મનોજભાઈ 'વકીલ' ભાજપના કાયમી મતદારો જાળવી રાખશે અને નારાજ પાટીદાર સમાજના વધુ મત મેળવે તો ભાજપ નું કમળ જરૂર ખિલાવશે..પરંતુ અહીં હાર્દિક પટેલ ફેક્ટર અને ઓબીસી સમાજ ની નારાજગી ભાજપ ને નુકશાન પણ કરાવી શકે છે ..


#પરંજયદિત્યસિંહ પરમાર 

લોકો માં સહેલાઇ થી ભળી જનાર 'બાપજી' ના ઉપનામ થી જાણીતા સંતરામપુર ના મહારાજા કોંગ્રેસ ની કમિટેડ વોટબેંક જાળવી રાખશે તો જોરદાર ટક્કર આપી અગ્રેસર રહેશે..કોંગ્રેસ નો પુરજોશ માં થતો પ્રચાર અહીંના ઘણા સમીકરણ બદલી શકે છે . અહીં કોંગ્રેસ ના પૂર્વધારાસભ્ય હીરાભાઈ પટેલ ની નારાજગી તેમજ આયાતી નું લેબલ તેમને જીત તરફ જતાઅટકાવવા માટે સક્ષમ છે.


#ભુપેન્દ્રસિંહ સોલંકી 
અપક્ષ માં ચૂંટણી લડતા ભાજપ ના પૂર્વ સાંસદ અને સ્થાનિક પ્રજા માં 'બાપુ' ના હુલામણા નામથી જાણીતા આ નેતા અહીંના ગામેગામ લોકો સાથે જમીની સંપર્ક ધરાવે છે ..મહિસાગર ની અલગ ડેરીની નેમ સાથે નીકળેલા ભુપેન્દ્રસિંહ મોટી માત્રા માં મત મેળવી મુખ્ય પક્ષો ને કસોકસ ની ટક્કર આપશે એ નિર્વિવાદ બાબત છે.


#રતનસિંહ સોલંકી 
મહીસાગર કોંગ્રેસ ના વગદાર ગણાતા આ નેતા અપક્ષ માં રહી જોરદાર ટક્કર આપશે ઓબીસી સમુદાય નો ટેકો રતનસિંહ ને જીતાડી શકવા માટે પૂરતું કારણ ઘણી શકાય .


#હિરેન પટેલ 
રાષ્ટ્રીય સમાજ પક્ષ માંથી ચૂંટણી લડતા આ પાટીદાર અને શિક્ષિત યુવા ઉમેદવાર મહીસાગર ના પોતીકા મુદ્દા ના આધારે યુવાનો ને આકર્ષી શકે છે.


#વિશાલસિંહ સોલંકી 
લુણાવાડા નગર ના યુવા નેતા વિશાલસિંહ બાપુ પણ ચૂંટણી માં જંપલાવી ટક્કર આપવા માટે સજ્જ છે..


બસપા ના ઉમેદવાર તેમજ બે મુસ્લિમ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવવા માટે મેદાને છે ..

#આપણાલુણાવાડા નો સાચા અર્થ માં વિકાસ કરી શકે અને લોકો ના પ્રશ્નો નું નિરાકરણ લાવી શકે તેવા ઉમેદવાર ને વોટ આપી 14/12/2017 ના રોજ મતદાન ની પવિત્ર ફરજ અચૂક નિભાવજો..


લુણાવાડાના જવાબદાર નાગરિક છીએ એના ઉજ્વળ ભવિષ્યનું ચોક્કસથી વિચારજો. 


◆નિખીલ પટેલ ◆


Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Courtesy : નિખીલ પટેલ