Lunawada Vidhansabha seat

લુણાવાડા વિધાનસભા વિશે રોચક જાણકારી.

ગુજરાત ના રાજકારણ માં ચૂંટણી જાહેર થતા જ ગરમાવો આવી ગયો છે.

લુણાવાડા મતવિસ્તાર 1962 થી અસ્તિત્વ માં આવ્યો જેમાં લુણાવાડા અને ખાનપુર તાલુકા સમાવિષ્ટ થયા.
2014 ની યાદી મુજબ લુણાવાડા ના કુલ મતદાર 242417 જેમાં પુરુષ મતદાર 127194 અને મહિલા મતદારો 115223 નોંધાયેલ છે..
લુણાવાડાનો સૌ પ્રથમ ચૂંટણી જંગ શ્રી જટાશંકર પંડ્યા અને મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સીંહજી વચ્ચે થયો જેમાં જટાશંકર પંડ્યા એ 16569 મત મેળવ્યા અને 4222 મત ની સરસાઈ મેળવી લુણાવાડા ના સૌ પ્રથમ ધારાસભ્ય બન્યા..
લુણાવાડા ના મતદારો ક્યારેય એક ઉમેદવાર ને ધારાસભ્ય તરીકે સતત રિપીટ કરતા નથી હાલ ના ધારાસભ્ય હીરાભાઈ પટેલ આમા એકમાત્ર અપવાદ છે જેઓ સળંગ બે ટર્મ ધારાસભ્ય બનવા નસીબદાર પુરવાર થયા છે.હીરાભાઈ પટેલ કોંગ્રેસ ના ધારાસભ્ય બનતા પહેલા જનતા દળ અને જનતા પાર્ટી માથી ચૂંટણી લડી ચુકયા છે.
1985 અને 1995 માંથી હરગોવિંદ ઉપાધ્યાય બે વાર અને 1980 અને 1990 માં ધીરેન્દ્રસિંહ સોલંકી બે વાર ધારાસભ્ય બની ચૂક્યાં છે..
અત્યાર સુધી ના સૌથી વધુ સરસાઈ થી જીત મેળવનાર ઉમેદવાર ભાજપ ના કાળુભાઇ માલિવાડ છે.જેઓ એ 2002 માં 36314 મત ની સરસાઈ મેળવી હતી..
અત્યાર સુધી ના ઇતિહાસ માં આ સીટ પર એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર એ.આર.એચ.એ.અનારવાલા કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર હતા ..ત્યાર પછી કોઈ પણ મુસ્લિમ ઉમેદવાર જંગ માં ઉતારાયો નથી.
આશરે 49204 જેટલા મત ધરાવતો પાટીદાર સમાજ પણ આ સીટ પર માત્ર એક જ ધારાસભ્ય બનાવામાં સફળ રહ્યો છે.હીરાભાઈ પટેલ.
આ સીટ પર સૌથી વધુ ધારાસભ્ય બ્રહ્મસમાજ એ આપ્યા છે 1962-જટાશંકર પંડ્યા ,1967-કે.બી.દવે,1972-ડી.કે.ભટ્ટ,1985 અને 1995 -હરગોવિંદ ઉપાધ્યાય. 

હવે જોવાનું એ છે કે આ વખતે 2017 મા  લુણાવાડા વિધાનસભા સીટ પર કોણ બિરાજમાન થાય છે ?
【ફોટો●●સ્વ.શ્રી જટાશંકર પંડ્યા(પ્રથમ ધારાસભ્ય લુણાવાડા)

સૌજન્ય :- Nikhil Patel 

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com