Maharan Pratap Statue

ગૌરવશાળી ઇતિહાસ મેવાડના મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું ખાતમુર્હુત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે રાજપૂત સંગઠન મહાકાલ સેનાના યુવાનો અગ્રણીઓ દ્વારા રાજમહેલ ખાતે એકત્રિત થઈ ભવ્ય રેલીનું રાજમહેલથી લૂણેસ્વર ચોકડી થઈ રાજપૂત ભવન ખાતે પહોંચી હતી. રેલી બાદ મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખાતમુર્હુત કર્યું હતું

 મહિસાગર જિલ્લામાં રાજપૂત યુવા સંગઠન દ્વારા વિજયા દસમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે રાજપૂત યુવા સંગઠન અને મહાકાલ સેના દ્વારા વિજયા દસમી દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન તથા મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું ખાતમુર્હુત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્કૃતિ અને પરંપરા મુજબ દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અને ઐતિહાસિક વારસાનું હંમેશા સ્મરણ રહે તેવા ગૌરવશાળી ઇતિહાસ મેવાડના મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું ખાતમુર્હુત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે રાજપૂત સંગઠન મહાકાલ સેનાના યુવાનો અગ્રણીઓ દ્વારા રાજમહેલ ખાતે એકત્રિત થઈ ભવ્ય રેલીનું રાજમહેલથી લૂણેસ્વર ચોકડી થઈ રાજપૂત ભવન ખાતે પહોંચી હતી. રેલી બાદ મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખાતમુર્હુત કર્યું હતું જે આગામી સમયમાં લુણાવાડા કોટેજ સર્કલ પાસે નિર્માણ પામનાર છે. ત્યારબાદ રાજપૂત સમજભવન ખાતે સમગ્ર રાજપૂત દ્વારા વિધિવિધાન પૂર્વક શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યોગેન્દ્રસિંહજી , જયદેવસિંહજી , જયરાજસિંહજી, અજયસિંહજી, વિજયસિંહજી સહિત મહિસાગર જિલ્લાના રાજપૂત અગ્રણીઓ, સંગઠનો, રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email info@lunawada.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com