મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો પર મિશ્ર પરિણામો જોવા મળ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહિસાગર જિ.ની 3 બેઠક પર મિશ્ર પરિણામ આવ્યું છે. જેમાં પાટીદાર, ઓબીસી આંદોલને મહત્વની ભૂમિકા ભજવી હોય તેવુ હાલના તબક્કે મનાઇ રહ્યું છે. પરિણામમાં 3 પૈકી સંતરામપુર ભાજપ, બાલાશિનોર કોંગ્રેસ, લુણાવાડા અપક્ષના ફાળે ગઈ છે.

મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો પર મિશ્ર પરિણામો જોવા મળ્યા.

ગુજરાતવિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહિસાગર જિ.ની 3 બેઠક પર મિશ્ર પરિણામ આવ્યું છે. જેમાં પાટીદાર, ઓબીસી આંદોલને મહત્વની ભૂમિકા ભજવી હોય તેવુ હાલના તબક્કે મનાઇ રહ્યું છે. પરિણામમાં 3 પૈકી સંતરામપુર ભાજપ, બાલાશિનોર કોંગ્રેસ, લુણાવાડા અપક્ષના ફાળે ગઈ છે. 

  1.  Independent candidate Rathod Ratansinh   Magansinh wins Lunawada seat against BJP’s Patel Manojkumar Rayajibhai.
  2. Congress’ Ajitsinh Parvatsinh Chauhan wins Balasinor seat against BJP’s Chauhan Mansinh Kohyabhai.
  3. BJP’s Dindor Kuberbhai Mansukhbhai wins Santrampur against Congress’ Dambor Gendalbhai Motibhai

પંચમહાલથી છુટા પડેલા મહિ.ની 3 બેઠકોમાં આદિજાતિ પ્રમાણપત્ર, પાટીદાર, ઓબીસી આંદોલન જેવા ફેક્ટરોએ ભાગ ભજવ્યો છે. ખેડાથી અલગ પડેલી બાલાસિનોર બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસ પાર્ટીના માનસિંહ ચૌહાણે જંગી બહુમતીથી જીત મેળવી હતી. જ્યારે વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર બદલી સ્થાનિક વિસ્તારમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં એવા અજીતસિંહ ચૌહાણની પસંદગી કરી હતી. જેમાં પ્રાથમિક તબક્કે અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ સ્થાનિક પ્રજાકીય કામગીરીમાં પોતાની આગવી છાપ ધરાવતા ઉમેદવારે ભાજપ પાસેથી બેઠક છીનવીને કોંગ્રેસને અપાવી છે. જ્યારે બીજી તરફ, સંતરામપુર બેઠક પર વિકાસના કામો અધૂરા, ખેડૂતની જમીનના પ્રશ્નો ઉપરાંત આદિજાતીના પ્રમાણપત્રો અંગેના પ્રશ્રોએ મહત્વની ભૂમિકા ભજવી છે. લુણાવાડા બેઠક પર પાટીદાર આંદોલનની ખાસ્સી ઈફેક્ટ જોવા મળ‌ી છે. જ્યારે અપક્ષના ઉમેદવારની પસંદગીથી માંડીને કાર્યકરોમાં વર્તમાન ઉમેદવાર સામેનો અસંતોષ જોવા મળ્યો હતો. 

સંતરામપુર ભાજપ, બાલાશિનોર કોંગ્રેસ, લુણાવાડા અપક્ષ 

Like Our Official Facebook Page : Click Here

Follow Us on Twitter : Click Here