આં.રાજ્ય ધના ડોનની ગેંગના 4 ઝડપાયા

લુણાવાડાના વરધરીમાં એટીએમ તથા વૃદ્ધ મહિલાને માર મારી 1.60 લાખની લૂંટ ચલાવી હતી

વરધરી ગામે થયેલ એ.ટી.એમ. તથા રહેણાંક મકાનોમાં થયેલ ધાડનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરતી મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા જીલ્લા પોલીસ 

પોલીસ મહાનીરીક્ષક શ્રી મનોજ શશીધર સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહિસાગર જીલ્લા પોલીસ વડા સુશ્રી ઉષા રાડા સાહેબનાઓની સુચના આધારે નાયબ પોલીસ અધીક્ષક શ્રી એન.વી.પટેલ સાહેબ નાઓએ અલગ-અલગ ટીમની રચના કરેલ અને કોઠંબા પોલીસ સ્ટેશનના વરધરી ગામમાં થયેલ એ.ટી.એમ. તથા રહેણાંક મકાનોમાં રાત્રીના સમયમાં ધાડ કરી આરોપીઓ સિક્યુરીટી ગાર્ડ ઉપર જાન લેવા હુમલો કરેલ અને આરોપીઓ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. તોડવાની અંદર નાકામયાબ રહેલા દરમ્યાન વરધરી ગામમાં ગંગાબેન ગોવિંદભાઇ પટેલ ઉ.વ. ૭૬ જેઓ ઘરમાં સુતા હતા તે દરમ્યાન તસ્કરો હાથમાં લાકડીઓ તેમજ પથ્થરો સાથે બીજા મકાનોના તાળા તોડી મકાનોમાં રહેલ સર-સામાન વેર-વિખેર કરી રૂ. ૧,૬૦,૦૦૦ /- ની ધાડ કરી વૃધ્ધાના કાનની બુટ્ટીઓ તોડી લોહી-લુહાણ કરી આરોપીઓ નાશી ગયેલ અને ગામમાં ભયનો માહોલ ઉભો થયેલ જે આરોપીઓંને પકડવા મહિસાગર જીલ્લા પોલીસ માટે એક પડકાર હોય

જેની ગંભીરતા ધ્યાને લઇ I/C પોલીસ ઇંસ્પેક્ટર એચ.એન.પટેલ સાહેબનાઓએ આ સબંધે અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના તમામ નાકાબંધી પોઇન્ટો ઉપર વાહન-ચેકીંગ હાથ ધરેલ

તે દરમ્યાન I/C પોલીસ ઇંસ્પેક્ટર એચ.એન.પટેલ સાહેબનાઓને બાતમી મળેલ કે કોઠંબા પોલીસ સ્ટેશનના વરધરી ગામમાં થયેલ એ.ટી.એમ. તથા રહેણાંક મકાનોમાં રાત્રીના સમયમાં ધાડ કરી નાશી ગયેલ આરોપીઓ પૈકી એક ક્રૃઝર ગાડી જેનો આર.ટી.ઓ રજી. નં જીજે ૦૯ બીબી ૦૬૬૮ ની લઇને કડાછલાથી વિરપુર તરફ આવે છે જે બાતમી આધારે નૃરપુર ચોકડી ઉપર પો.સ.ઇ.શ્રી એમ.કે માલવીયાસાહેબ તથા પો.સ.ઇ શ્રી પી.જે. પંડયા સાહેબ તથા એલ.સી.બી.-પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા જે દરમ્યાન સદર બાતમીવાળી ક્રૃઝર ગાડી આવતા તેને રોકી પકડી પાડેલ સદર ગાડીમાં બેઠેલ ડ્રાઇવરનું નામ-ઠામ પૂછતા સદર ઇસમે પોતાનું નામ મગનભાઇ માલાભાઇ ડાંગી રહે-ડાંગી ફળીયુ, મલવાસી,તા-ઝાલોદ,જી-દાહોદ નાઓનું હોવાનું જણાવેલ જેની બાજુમાં બેસેલ ઇસમનું નામ-ઠામ પૂછતા સદર ઇસમ પોતાનું નામ દિનેશભાઇ નારશીંગભાઇ મુનિયા રહે-મુંડાહેડા, તા-ઝાલોદ, જી-દાહોદ નાઓનું હોવાનું જણાવેલ જેઓની સઘન પૂછપરછ કરતા ગલ્લાં-તલ્લાં કરતો હોઇ અને સંતોષકારક જવાબ ન આપતો હોય જેઓની વધુંમાં પૂછપરછ કરતા

તેઓ જણાવેલ કે બે દિવસ પહેલાં ઉમેશભાઇ રૂપસીંગભાઇ સંઘાડાએ ફોન કરીને વાત કરેલ કે આપણે વરધરી-બાલાશિનોર બાજુ જવાનું છે જેથી સાંજના ચાર વાગે દાહોદ-એમ.પી. વિસ્તારની ટીમ સાથે નિકળેલ જેમાં અમારો લીડર ઉમેશ તેમજ બચું એક નંબર વગરની બાઇક લઇને અમારી ગાડીની આગળ પાઇલોટીંગ કરી ચાલતા હતા અને તમામ આરોપીઓ ક્રૃઝર ગાડીમાં સીધા શિવશક્તિ હોટલની નજીક બધા ધાડ કરવાના હેતુથી ઉતરી ગયેલા અને નક્કી કરેલ જગ્યાએ ધાડ કર્યા બાદ અમારૂ ભેગા થવાનું નક્કી હતું પણ ગુનાવાળી જગ્યા ઉપર શોરબકોર તેમજ બુમા-બુમ થતા ટીમના સભ્યો અસ્ત-વ્યસ્ત થઇ ગયેલા અને થોડા જ સમયની અંદર પોલીસની ગાડીઓની અવર-જવર વધતા ત્યાથી તે ભાગી ગયા હતા ત્યારબાદ મહિસાગર એલ.સી.બી.ની અલગ-અલગ ટીમ દ્વારા પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા કંકા તળાવ ખાતે ટ્રેપ કરી બોલાવતા આરોપી (૧) ઉમેશભાઇ રૂપસિંગભાઇ સંઘાડા રહે-મુડાહેડા તા-ઝાલોદ.જી-દાહોદ તથા નં (૨) રૂમાલભાઇ માલાભાઇ ડાંગીરહે- ડાંગી ફળીયુ, મલવાસી,તા-ઝાલોદ, જી-દાહોદ નો પિક-અપ ડાલુ લઇ આવતા અને બન્ને આરોપીએાને એલ.સી.બી ટીમ દૃવારા પુછપરછ કરતા તેમજ રાજયની અંદર થયેલી ઘરફોડના સી.સી.ટી.વી ફુટેજ બતાવતા આરેાપીએા

26 જેટલા ગુના ભેદ ઉકેલાયો 

(૧) મહીસાગર જિલલામાં વરધરી ગામે થયેલ ધાડમાં ચાર આરોપી ઓની ધરપકડ કરવામાં આવેલ જેમાં આજ મકાનની અંદર અગાઉ ઘરનુ રીનોવેશન કામ કરેલ જે માંથી કોઇ એક આરેાપીએ ટીપ આપી આ ધાડ કરાવેલ.
(૨) કંપડવજ ના ફાગવેલ ની બાજુમાં આવેલ ગામની સરપંચને માથામાં પાઇપ મારી ૪૮૦૦૦૦/- ની ધાડ કરેલ છે.
(૩) પલસાણા ખાતે પીકઅપ ડાલુ લઇ ૧૨ થી ૧૫ જેટલા માણસોએ ધાડ કરેલાની હકીકત જણાવે છે.
(૪) કોસબા ખાતે પણ પીકઅપ ડાલુ લઇ ધાડ કરેલ
(૫) સુરત માં કીમ ખાતે બાયો ડીઝલ પેટ્રેાલ પંપ ઉપર કલુઝર ગાડી લઇ આશરે ૧૦ થી૧૨ જેટલા માણસોએ ધાડ કરેલ.
(૬) સુરત ઓલપાડ માં સાયણ ખાતે પુજારીને માર મારી ધાડ કરેલ
(૭) મીનાવાડા રાજકેાટ (શાસ્ત્રીનગર) પ્રહલાદ નગર સુરત સાયણ શિવ મંદીર તથા મોરબી ટાઇલ્સ ના કારખાનામાં ચોરી
(૮) આણદ સામરખા ચેાકડી ખાતે મકાનની જાળી તેાડી અંદર પ્રવેશ કરેલ.
(૯) કીમ ખાતે આગાશીના ધાબા ઉપર ચડી ઘરફોડ કરવા જતા સામેના ઘરમાંથી બુમાબમ થતા જગ્યા છેાડી દીધેલ અને આજ મકાનને ફરીથી ટારગેટ કરેલ અને પીક અપ ડાલુ લઇ નીકળી ગયેલા.
(૧૦) રાજેકાટ માં પલસાણા નગર માં શ્રીરામ મંદીર ની સામે વાળા મકાનમાં લુટ કરવા ગયેલ અને ઘરના બહેન જાગી જતા અને શાકભાજી તોલવાનુ બાટ મારી દેતા ભાગી ગયેલાની હકીકત જણાવે છે.
(૧૧) નડીયાદમાં બે ત્રણ માસ અગાઉ સાંઇ બાબાના મંદીરમાં થી ચેારી કરેલાની હકીકત.
(૧૨) રાજકોટ શાસ્ત્રીનગરમાં ઘરફોડ કરેલાની હકીકત.
(૧૩) મોરબી માં ટાઇલ્સના કારખાનામાં એાફીસ તોડી ચેારી કરેલાની હકીકત
(૧૪) સુરત સાયણ પાસે દાંડી રેાડ મહાદેવ મંદીર ના પાછળના ભાગે બખોલ પાડી અંદર ઘુસવાનેા પ્રયાસ કરેલ.
(૧૫) સુરત સાયણ પાસે અંદર મંજુર ચેાક વાળી જગ્યા ઉપર બેકરી ચેારી કરેલાની હકીકત
(૧૬) મકરપુરા વિસ્તારમાં નવરાત્રી સમય દરમ્યાન ઘરફોડો ચોરી કરેલ છે.
(૧૭) થાનગઢ માં પથ્થર નીકળે છે.તે જગ્યા ઉપર એાફીસ તોડી ચોરી કરેલ છે.
(૧૮) સુરત અભેઠા શિવરાજપુર માહે નવેમ્બર માસમાં ઘરફોડ ચોરીએા કરેલ જેમા૧૦ ૧૦ રૂપીયાના બંડલો તથા પરચૂરણ મળેલાની હકીકત
(૧૯) કઠલાલ લાકડાના પીઠાની ઓફીસ તેાડી ઘરફોડ કરેલ છે.
(૨૦) સુરેન્દ્રનગર હળવદ હેાટલની પાછળ બંધ મકાનના તાળા તોડી ઘરફોડ કરેલ છે.
(૨૧) મેાડાસામાં સોસાયટીઓમાં ફલેટમાં ચેારી કરેલ છે.
(૨૨) વિધાનગર માં વોચમેન ને લાકડી મારી ઘરફોડ કરેલ છે.
(૨૩) સંતરોડમાં ઘરફોડ કરવા જતા લોકો આવી જતા ભાગી ગયેલ છે.
(૨૪) કેવડીયા ખાતે ગોળાઇવાળા ફુલ ની ડીઝાઇનવાળા મકાનમાં ઘરફોડ કરવા જતા ઘરના માણસો જાગી જતા ઝપાઝપી થયેલ અને ધાડ કરી ભાગી ગયેલ છે.
(૨૫) સંતરામપુર ખાતે ઢાલા બજારમાં રાત્રીના સમયે ઘરફોડ કરેલ છે.
(૨૬) સંતરામપુર ૨૦૧૬ માં લીમડા મુવાડી ગામે થયેલ ઘરફોડ કરેલ છે.જે સી.સી.ટી.વી ફુટેજમાં ઓરાપીઓ ફોટા ઓળખી બતાવે છે.
નોધ- કઠલાલ પેટ્રેાલ પંપની સામે સોસાયટીમાં પાંચેક મહીના પહેલા ચેારી કરવા ગયેલ પરતુ નિષ્ફળ પ્રયત્ન થતા આ ટીમે આ જ ઘરમાં ચોમાસા માં ઘરફોડ કરવાનુ નકકી કરેલ.જે મહીસાગર પેાલીસ દૃવારા પ્રિવેન્શન કરવામાં આવેલ છે.

ઉપરેાકત ગુન્હાએા માં બીજા આશરે ૧૩ થી ૧૫ આરેાપીએા સડોવાયેલ છે.અને જેમા ૦૪ આરોપીઓ પકડાયેલ છે.અને બીજા આરેાપીઓ પકડવાની તજવીજ ચાલુ છે.આમ મહીસાગર એલ.સી.બી દવારા આંતરરાજય ધના ડોન ની ગેગ પકડી પાડી એમ.પી તથા દાહેાદ ની ટીમો બનાવી રાજયમાં અલગ –અલગ જગ્યાએ જઇ મજુરીના નામે બાઇક દૃવારા રેકી કરી ટારગેટ નકકી કરી બાકીની ધાડ પાડુ ટુકડી બોલાવી ધાડ કરવાની એમ.એા ધરાવતા હતા.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Mahisagar Crime Branch