આ વ્યક્તિ 32Km ચાલીને પહોંચ્યો ઓફિસ, CEOએ ગિફ્ટમાં આપી પોતાની કાર

શું તમે ક્યારેય ચાલીને ઓફિસ ગયા છો? તમારો જવાબ હા જ હશે. પરંતુ શું તમે 32 કિલોમીટર ચાલીને ઓફિસ ગયા છો? ચોક્કસ તમારો જવાબ ના હશે. અમેરિકાના અલાબામા કોલેજનો એક સ્ટુડન્ટ પોતાની જોબ પર સમયસર ઓફિસ પહોંચવા માટે 32 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો હતો. તેના સમર્પણને જોતા કંપનીના સીઈઓએ તેને ગિફ્ટમાં પોતાની કાર આપી દીધી હતી.

શું તમે ક્યારેય ચાલીને ઓફિસ ગયા છો? તમારો જવાબ હા જ હશે. પરંતુ શું તમે 32 કિલોમીટર ચાલીને ઓફિસ ગયા છો? ચોક્કસ તમારો જવાબ ના હશે. અમેરિકાના અલાબામા કોલેજનો એક સ્ટુડન્ટ પોતાની જોબ પર સમયસર ઓફિસ પહોંચવા માટે 32 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો હતો. તેના સમર્પણને જોતા કંપનીના સીઈઓએ તેને ગિફ્ટમાં પોતાની કાર આપી દીધી હતી.

'New York Post'ના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અલાબામા કોલેજના એક સ્ટુડન્ટ વોલ્ટર કરને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી હતી. આ તેની પ્રથમ નોકરી હતી. શુક્રવારે ઓફિસનો પહેલો દિવસ હતો, પરંતુ એક દિવસ પહેલા જ તેની કાર ખરાબ થઈ ગઈ હતી. કોઈ ઉપાય ન મળતા વોલ્ટર રાત્રે જ પગપાળા ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. તેના ઘરથી ઓફિસ 32 કિલોમીટર દૂરી હતી. સાત કલાક ચાલીને વોલ્ટર સવારે ચાર વાગ્યે ઓફિસ પહોંચ્યો હતો.

સતત ચાલવાને કારણે તે ખૂબ થાકી ગયો હતો. એવામાં તે કંપનીના ગેટ પર જ બેસી ગયો હતો. એ દરમિયાન પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે તેની પૂછપરછ કરી હતી. વોલ્ટર 32 કિલોમીટર ચાલીને નોકરી પર આવ્યો છે તે જાણીને પોલીસ પણ તેની ફેન બની ગઈ હતી. એક પોલીસ અધિકારીએ તેની વાત સાંભળ્યા બાદ તેને નાસ્તો ઓફર કર્યો હતો અને બાદમાં તેને કંપનીના ગેટ પર મૂકી ગયો હતો

પોલીસે તેની કહાની તેના ફેસબુક પેજ પર શેર કરી હતી. સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. થોડા જ સમયમાં આ ફેસબુક પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. આ સ્ટોરી તેના સીઈઓ સુધી પહોંચી હતી. વોલ્ટરની વાત જાણીને કંપનીના સીઈઓએ કંઈક નવું કરવાનું વિચાર્યું.

કંપનીના સીઈઓ માર્કલિને વોલ્ટરના સમર્પણના વખાણ કર્યા અને તેને પોતાની ફોર્ડ કાર ગિફ્ટમાં આપી દીધી. વોલ્ટર આ જોઈને પોતાની જાતને રોકી ન શક્યો અને ભાવુક થઈ ગયો હતો.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar