સ્પાઈડરમેન-હલ્ક જેવાં કેરેકટર્સ રચનાર સ્ટેન લીનું 95 વર્ષે નિધન, ઇન્ડિયન હીરો 'ચક્ર' બનાવ્યો હતો

સ્પાઈડર મેન હોય કે બ્લેક પેન્થર, એક્સમેન, ફેન્ટાસ્ટિક ફોર, આયરન મેન, થોર, ડોક્ટર સ્ટ્રેન્જ આ તમામ બ્રાંડ બની ચુક્યા છે.

અમેરિકાના પ્રખ્યાત કોમિક લેખક સ્ટેન લીનું 95 વર્ષે નિધન થયું છે. તેઓએ સ્પાઈડર મેન અને ધ હલ્ક જેવા સુપરહીરો કેરેક્ટર રચીને એક ક્રાંતિ લાવ્યાં હતા. લી અમેરિકામાં કોમિક કલ્ચર લઈને આવ્યાં. ગત કેટલાંક વર્ષોથી તેઓ અનેક બીમારીઓથી પીડિત હતા. ભારત સાથે તેઓ એ રીતે જોડાયેલા હતા કે તેમણે એક એનિમેશન કેરેક્ટર બનાવ્યું હતું જેનું નામ છે - ચક્ર- ધ ઇન્વિન્સીબલ. તેમાં રાજુ નામનો બાળક એક વૈજ્ઞાનિક દ્વારા બનાવાયેલા ખાસ સુટને પહેરે ત્યારે બધા ચક્ર ઉત્તેજિત થઇ જાય છે. આ રીતે તે સુપરપાવર મેળવીને સુપરહીરો બને છે.

લીની પુત્રીએ હોલીવુડની એક મેગેઝીન ટીએમઝેડને જણાવ્યું કે, "મારા પિતા તેના તમામ ફેન્સને પ્રેમ કરતા હતા. તેઓ એક મહાન અને શાનદાર વ્યક્તિ હતા." ન્યૂયોર્કમાં રહેતાં લી પોતાના ચશ્માને કારણે ઓળખાતા હતા તેઓ હંમેશા કોઈને કોઈ સમારંભમાં જોવા મળતા.

 

અંકલે અપાવી પહેલી નોકરી

- સ્ટેન લીને તેના અંકલે કિશોરાવસ્થામાં પહેલી નોકરી અપાવી હતી. જેમાં લીને ફિલિંગ આર્ટિંસ્ટ કાર્ટૂન કેરેક્ટરમાં શાહી ભરવાની હતી. એક વખત લીએ કહ્યું હતું કે, "મને એક દિવસ લાગ્યું હતું કે મેં એક મહાન અમેરિકી નોવલ લખી અને તેમાં મારી શાહીનો ઉપયોગ ન કર્યો."
- તેમનું સાચું નામ સ્ટેનલી લીબર હતું. લીએ જો કેરેક્ટર બનાવ્યાં તેમાં અસધારાણ શક્તિ હ તી. લોકોને તેમાં સમગ્ર બ્રહ્માંડમાં રાજ કરવાની શક્તિ જોવા મળતી હતી. લીએ બનાવેલાં સુપરહીર દશકો સુધી છવાયેલાં રહ્યાં.

 

બ્રાંડ બની ચુક્યાં છે લીના કેરેક્ટર

- સ્પાઈડર મેન હોય કે બ્લેક પેન્થર, એક્સમેન, ફેન્ટાસ્ટિક ફોર, આયરન મેન, થોર, ડોક્ટર સ્ટ્રેન્જ આ તમામ બ્રાંડ બની ચુક્યા છે.
- સ્પાઈડર મેન, થોર, આયરન મેનની હોલીવુડમાં અનેક ફિલ્મો આવી ચુકી છે. જે ફિલ્મોએ અબજો કમાવ્યાં છે.

 

ફિલ્મોમાં નાનો રોલ પણ કરતા હતા

- પોતાના કેરેક્ટર પર બનનારી ફિલ્મમાં લી એક નાનો રોલ પણ કરતા હતા.
- એવેન્જર્સઃ ઈનફિનિટી વોરમાં લી એક બસ ડ્રાઈવરના રોલમાં જોવા મળ્યાં હતા.
- સો અને ઈનસાઈડ્સ જેવી ફિલ્મોમાં નિર્દેશક અને ઓસ્ટ્રેલિયાઈ ફિલ્મકાર જેમ્સ વોને ટ્વીટ કર્યું કે, "લી સાચા અર્થમાં લેજન્ડ હતા. મારા દર્શન તેમના વગર સારું નહીં અનુભવે. હું તેમનો તેમના કામને લઈને કઈ રીતે આભાર માનું તે સમજાતું નથી."

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar