લુણાવાડાની સભામાં વડાપ્રધાન મોદીના તેજાબી પ્રહારો .

મહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.

લુણાવાડાના ઇન્દીરા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની સભામાં જંગી જનમેદની ઉમટી પડી હતી.

મહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.

નરેન્દ્રમોદીએ કોગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, કોગ્રેસ હવે જાતિવાદના નામે ભાગલા પાડીને વર મરો કન્યા મરો પરંતુ કોગ્રેસનું તરભણું ભરો તેવી નિતીથી ચુંટણીમાં જે પ્રકારનો જુઠ્ઠાણાનો વરસાદ કરવામાં આવ્યો છે. ગુજરાતના મતદારોને ગેરમાર્ગે દોરવાનો હિનપ્રયાસ થઇ રહયો છે. 

વડાપ્રધાને વધુમાં જણાવ્યુ હતુ કે કોગ્રેસના યુવાનેતા જે કોગ્રેસના માટે વોટ માગી રહયા છે તેવા સલમાન નીઝામી ટ્વીટર ઉપર લખ્યુ છે કે મોદી તમારા બાપ કોણ છે તમારી માં કોણ છે દુશ્મનને પણ બોલી શકાય તેવી ભાષામાં ઉતરી પડેલી કોગ્રેસના સ્ટાર કેમ્પેઇનર નીઝામી કહે છે કે, આઝાદ કાશ્મીર જોઇએ છે.આપણા દેશની સેનાને બળાત્કારી કહે છે. ત્યારે દેશની સેનાને બળાત્કારી કહેનારને વોટ અપાય નીઝામી એમ પણ કહે છે કે, ઘર ઘર સે અફઝલ નીકલેગા, ત્યારે ગુજરાતમાં શું અફઝલોને પેદા કરવાના છે ગુજરાતનો મુસલમાન પણ કયારે આવી ભાષા બોલતો નથી. એવી ભાષા કોગ્રેસના નેતા બોલી રહયા છે. 


રાહુલગાંધીને ઉદ્દેશીને જણાવ્યુ હતુ કે રાહુલગાંધી તમારી પાર્ટી છે અને ગુજરાતમાં આવીને ગુજરાતના સંતાનનું અપમાન કરે છે. કોગ્રેસને કાયમ માટે લટકાવી દેવા જણાવતા ૧૫૦ પ્લસનો ટારગેટ સિધ્ધ કરવા જનતાને અપીલ કરી હતી. અહીયા બક્ષીપંચ સમાજના લોકો બેઠા છે તેમને હું પુછું છુ કે, આપણએ પછાત સમાજમાં પેદા થયા એટલે નકામા થઇ ગયા એટલે નીચ થઇ ગયા તેમ કહીને તેમણે પછાત સમાજ, દલીત સમાજ ,આદિવાસી સમાજના હોઇએ કે પછી કોઇપણ સમાજના હોઇએ આપણને કોઇ નીચ કહે તે મંજુર છે ત્યારે આવા લોકોને અને આવી પાર્ટીને ગુજરાતમાંથી વાળીઝુડીને સાફ કરી નાખવા માટેનો સમય આવી ગયો છે. 

લોકસભામાં ત્રીપલ તલાક વિરુધ્ધમાં કાયદો લાવીશું : નરેન્દ્ર મોદી 

રાજીવગાંધીવડાપ્રધાન હતા ત્યારે તેમણે દેશની મુસ્લીમ બહેનોના માટે ત્રીપલ તલાકના કાયદા વિશે વિચાર્યુ હતુ પણ મતબેન્કને સાચવવા તે કર્યુ પરંતુ તે અમારી સરકાર મુસ્લીમ બહેનો દિકરીઓ માટે કાયદો લાવીને લગ્નના હકકોના રક્ષણ આપશે. તેમ કહીને મુસ્લીમ બહેનોને રીઝવવા પ્રયાસો કરતા કહયુ હતુ કે ૨૧ મી સદીમાં જે હકકો હિન્દુ દિકરીઓને મળે તે હકક મુસ્લીમ દિકરીઓને મળવા જોઇએ. મુસલમાન દિકરીઓને પણ સન્માન પૂર્વક જીવવાનો અધિકાર મળવો જોઇએ તેમ કહેતા માત્ર મુસ્લીમ મતો લેવા માટે વલખા મારનારી કોગ્રેસે મુસલમાન દિકરીઓને હકક આપવા તૈયાર નહોતી. અમે લોકસભામાં ત્રીપલ તલાક વિરુધ્ધમાં કાયદો લાવીશું અને કડક સજાની જોગવાઇ કરીશુ. 

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Courtesy : Divyabhaskar