એન્ડ્રોઇડની કેટલીક અજાણી વાતો

એન્ડ્રોઇડના ઉપયોગની દૃષ્ટિએ, નીચેની બાબતો તરફ તમારું ધ્યાન ન ગયું હોય એવું બની શકે!

ફોનના સ્ક્રીન પર દેખાતા, ફોનની સિસ્ટમ્સના ફોન્ટ્સ (એટલે કે કોન્ટેક્ટ્સનાં નામ, સૂચનાઓ કે એપનાં નામ વગેરે) તમને નાના પડતા હોય તો આંખો ખેંચવાની જરૂર નથી. સેટિંગ્સમાં જાઓ, તેમાં ડિસ્પ્લે અને તેમાં ફોન્ટ સાઇઝમાં ફોન્ટને નાનાથી ઘણા મોટા કરવાના વિકલ્પોમાંથી કોઈ પણ પસંદ કરી લો.


તમને ખ્યાલ હશે કે ફોનમાં ઉપરની બાજુથી બે આંગળી નીચેની તરફ લાવીએ તો ક્લિક સેટિંગ્સની પેનલ ઓપન થતી હોય છે. સામાન્ય રીતે આ પેનલમાં આપણે જે સેટિંગ્સનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ તેના શોર્ટકટ હોય છે. તમે ઇચ્છો તો તેના ક્રમ બદલી શકો છો અને તેમાં તમને જોઈતા સેટિંગ્સના શોર્ટકટ્સ ઉમેરી કે દૂર કરી શકો છો.


બાય ડિફોલ્ટ, ફોનમાં તમે જે પણ નવી એપ ઉમેરો તેનો શોર્ટકટ ફોનના હોમસ્ક્રીન પર ઉમેરાઈ જતો હોય છે. તમારા હોમસ્ક્રીન પર શોર્ટકટ્સની આવી ભીડ ટાળવી હોય તો, જો તમારી પાસે એન્ડ્રોઇડ 8 ઓરિયોની પહેલાંના કોઈ વર્ઝનવાળો એન્ડ્રોઇડ હોય તો પ્લેસ્ટોર એપ ઓપન કરો અને તેના સેટિંગ્સમાં ‘એડ આઇકોન ટુ હોમસ્ક્રીન’ સામેનું ટીક કાઢી નાખો. જો તમારા ફોનમાં ઓરિયો હોય તો હોમસ્ક્રીન પર ખાલી જગ્યામાં ગમે ત્યાં જરા લાંબો સમય આંગળી પ્રેસ કરો અને જે મેનુ ખૂલે તેમાં હોમ સેટિંગ્સમાં આ વિકલ્પ મળી જશે.


મોબાઇલ પ્લાન પર ફોન ઓછો ડેટા વાપરે તેવું ઇચ્છતા હો તો ફોનમાં મોબાઇલ પ્લાનની મદદથી, બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ કેટલો ડેટા વાપરી શકે તેના પર મર્યાદા મૂકી શકાય છે. એ માટે ફોનના સેટિંગ્સમાં, નેટવર્ક એન્ડ ઇન્ટરનેટમાં, ડેટાયૂઝેજ વિભાગમાં જાઓ. તેમાં તમે જે તે એપ મુજબ, તે બેકગ્રાઉન્ડમાં ડેટાનો ઉપયોગ કરે કે ન કરે તેનું સેટિંગ્સ કરી શકો છો.


આપણે જે એપનો ઉપયોગ કરવો હોય તે જેટલી માગે એટલી બધી જ મંજૂરીઓ આપણે આપવી પડતી હતી. એન્ડ્રોઇડનાં પાછલાં કેટલાંક વર્ઝનથી આ સ્થિતિ બદલાઈ છે. ઉદાહરણ તરીકે હવે કોઈ એપ આપણું લોકેશન જાણવાની મંજૂરી માગતી હોય તો તે નકારીને પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. સેટિંગ્સમાં એપ્સ એન્ડ નોટિફિકેશન્સમાં કોઈ પણ એપ પસંદ કરીને તમે તેને આપેલી મંજૂરીઓ જોઈ શકશો તથા તેમાં ફેરબદલ કરી શકશો.


ફોનમાં મેમરી ઘણી વધતી જાય છે તેમ છતાં આપણને ઓછી જ પડતી હોય છે. જો તમારી પાસે એન્ડ્રોઇડ નોગટ કે ત્યાર પછીના વર્ઝનવાળો ફોન હોય તો તમે સ્માર્ટ સ્ટોરેજનો લાભ લઈ શકો છો. ફોનના સેટિંગ્સમાં, સ્ટોરેજમાં સ્માર્ટ સ્ટોરેજનો વિકલ્પ ઓન કરશો તો તમારા ફોનમાંના જે ફોટોઝ અને વીડિયોઝ ગૂગલ ફોટોઝમાં સલામત રીતે અપલોડ થઈ ગયા હોય તેની લોકલ કોપી ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. જો નોગટ પહેલાંનું વર્ઝન હોય તો આ કામ આપણે જાતે કરવું પડશે, પણ તેનો લાભ અચૂક લેવા જેવો છે. જોકે, એ માટે ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ પૂરેપૂરો સમજવો જરૂરી છે. તમે ફોન ક્યારે ઓટોમેટિકલી લોક થઈ જાય એ સેટિંગ તરફ ધ્યાન ન આપ્યું હોય તો હવે આપો.


જો તમે એ સમયગાળો લાંબો રાખ્યો હશે તો તમે ફોનથી થોડી વાર માટે દૂર જાઓ એટલા સમયમાં ફોન લોક થાય તે પહેલાં બીજી વ્યક્તિ તેનો દૂરુપયોગ કરી શકે છે. ફોનનો લોકિંગ ટાઇમ ઓછો રાખ્યો હશે તો બેટરી પણ ઓછી વપરાશે. આ સેટિંગ બદલવા માટે સેટિંગ્સમાં, ડિસ્પ્લેમાં એડવાન્સ્ડમાં સ્લિપ વિભાગમાં જાઓ.

 

Like Our Facebook Page for More Info : 

https://www.facebook.com/LunawadaInfo/