6 લાખથી શરૂ થતી આ છે ભારતની 6 સૌથી સસ્તી SUV, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો

ખાસ કરીને ડીઝલ મોડલ્સની એવરેજ 25 કિ.મી. પ્રતિ લિટર સુધી મળી જશે

ગ્લોબલ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ(એસયુવી)ની ડિમાન્ડ ઘણી વધી રહી છે. ભારતમાં પણ તેનો ક્રેઝ વધ્યો છે. જેના કારણે માર્કેટમાં કોમ્પેક્ટ એસયુવીમાં અનેક ઓપ્શન મળી રહ્યાં છે. કંપનીઓએ ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીની વ્હીકલની કિંમત અને કોસ્ટ ઓફ ઓન શિપ ઓછી કરીને મોડલ લોન્ચ કરી કર્યા છે. ખાસ કરીને ડીઝલ મોડલ્સની એવરેજ 25 કિ.મી. પ્રતિ લિટર સુધી મળી જશે.

 

ટાટા નેક્સઑન
કિંમત: 6.16 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
ટાટા મોટર્સની લોકપ્રીય એસયુવી નેક્સઑનની ડિમાન્ડ સતત વધી રહી છે. ટાટા નેક્સઑન પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં પેટ્રોલ વેરિએન્ટમાં 1.2 લિટર અને ડીઝલમાં 1.5 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. આ કારમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કરવામાં આવે છે.


એવરેજ
પેટ્રોલ: 17 kmpl
ડીઝલ: 21.5 kmpl

 

વિટારા બ્રેઝા
કિંમત: 7.52 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
મારુતિની સક્સેસફુલ કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા પણ દેશની સસ્તી કાર્સની યાદીમાં છે. આ કારને ગયા વર્ષે માત્ર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં ફિયાટનું 1.3 લિટર ઓઇલ બર્નર એન્જિન છે. જે 88.5 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

એવરેજ : 24.3 kmpl

 

હોન્ડા WR-V

કિંમત: 7.78 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
હોન્ડા તરફથી તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી નવી કોમ્પેક્ટ એસયુવી ડબલ્યુઆર-વીએ આ સેગમેન્ટમાં અન્ય કાર્સને જોરદાર ટક્કર આપી છે. આ કાર હોન્ડાની પ્રીમિયમ હેચબેક જેઝ પર બેસ્ડ છે. જ્યાં સુધી સ્પેસિફિકેશનની વાત છે, તો આ કારમાં 1.2 લિટર iVTEC અને 1.5 લિટર ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે. કારમાં 5 સ્પીડ અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. 
એવરેજ
પેટ્રોલ : 17.5 kmpl
ડીઝલ : 25.5 kmpl

 

 

ફોર્ડ ઇકોસ્પોર્ટ
કિંમત: 
7.82 લાખ (એક્સ શોરૂમ દિલ્હી)
ફોર્ડ ઇકોસ્પોર્ટ સાથે જ ભારતમાં કોમ્પેક્ટ એસયુવીની ડિમાન્ડ વધી હતી. આ કારમાં 1.0 લિટર અને 1.5 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવે છે.
એવરેજ
પેટ્રોલ: 17 kmpl
ડીઝલ : 23 kmpl

 

 

હ્યુન્ડાઇ ક્રેટા
કિંમત: 
9.43 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
હ્યુન્ડાઇ માટે ક્રેટા એક સફળ એસયુવી સાબિત થઇ છે. કંપનીએ આ કારને 2015માં પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટ સાથે લોન્ચ કરી હતી. ક્રેટામાં 1.6 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 126.2 બીએચપી પાવર જનરેટ કરે છે. જ્યારે 1.4 લિટર ડીઝલ એન્જિન 88.7 બીએચપી પાવર જનરેટ કરે છે. કારના 1.6 લિટર ઓઇલ બર્નર(મેન્યુઅલ અને ઓટોમેટિક) વેરિએન્ટ પણ છે.
એવરેજ
પેટ્રોલ : 15.29 kmpl
ડીઝલ : 21.38 kmpl
1.6 લિટર ડીઝલ : 19.67 kmpl

 

બોલેરો પ્લસ
કિંમત:
 6.94 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
દેશમાં સૌથી વેચાતી એસયુવીમાં મહિન્દ્રા બોલેરોનું નામ પણ છે. આ કારમાં 2523 સીસીનું એન્જિન છે, જે 63 એચપી પાવર જનરેટ કરે છે.
એવરેજ: 15.96 kmpl

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar