જો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો!

જો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો! આ વેકેશનમાં ટ્રાય કરી જુઓ

ગયા અઠવાડિયે વિતી ગયેલા વિશ્વ પૃથ્વી દિને ગૂગલ અર્થના નવા વર્ઝનને એક વર્ષ પૂરું થઈ ગયું. તમે જાણતા હશો કે અગાઉ ગૂગલ અર્થ પ્રોગ્રામ આપણે ડેસ્કટોપમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ હવે તેમાં મોટા ફેરફારો સાથે તેનું વેબ, એન્ડ્રોઇડ તથા આઇઓએસ વર્ઝન લોન્ચ થઈ ગયું છે. જેની મદદથી અગાઉના વર્ઝન કરતાં હવે ઘણી વધુ સહેલાઇથી આપણે ઘેર બેઠાં આખી દુનિયા ખૂંદી શકીએ છીએ. આ એક વર્ષમાં લોકોએ ગૂગલ અર્થ પર શું શું સર્ચ કર્યું તેની રસપ્રદ વિગતો બહાર આવી છે. જો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો!

આ એક વર્ષમાં, કોઈ પણ વ્યક્તિ અનુમાન કરી શકે તેમ, સૌથી વધુ લોકોએ ગૂગલ અર્થ પર પોતાનું ઘર શોધ્યું. જોકે ત્યાંથી આગળ વધીને લોકોએ જાણીતાં કુદરતી સ્થળો અને જગવિખ્યાત માનવસર્જિત લેન્ડમાર્કસ ફંફોસ્યા. જેમ કે આ એક વર્ષમાં લોકોએ માઉન્ટ એવરેસ્ટ, નાયગ્રા ફોલ્સ, તાજમહાલ, એફિલ ટાવર અને ટાઇમ્સ સ્કવેર જોવામાં વધુ રસ બતાવ્યો. આપણે એમાં એક સ્થળ ઉમેરીએ તો ગૂગલ અર્થમાં આપણો નર્મદા પરનો સરદાર સરોવર બંધ પણ જોવા જેવો છે.

ન્યૂયોર્ક અને પેરિસ જેવા શહેરો ઉપરાંત લોકોએ ગ્રીસનો મોહક દરિયાકિનારો ધરાવતા સેન્ટોરિની જેવાં પ્રવાસ સ્થળોમાં પણ ઊંડો રસ બતાવ્યો. છેલ્લાં ૧૨ મહિનામાં ગૂગલ અર્થ અને ગૂગલ મેપ્સમાં થ્રી-ડી અને ટુ-ડી ઇમેજિસની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. હવે પૃથ્વીની લગભગ ૪૦ ટકા વસ્તી એટલે કે ત્રણેક અબજ લોકોની વસતી ધરાવતા વિસ્તારો ગૂગલ અર્થ અને ગૂગલ મેપ્સમાં ખાસ્સી સ્પષ્ટતા સાથે ઉમેરાઈ ગયા છે. ગૂગલ અર્થમાં હવે ૪૦૦થી વધુ શહેરો નવી હાઇરેઝોલ્યુશન થ્રીડી ઇમેજરીમાં જોઈ શકાય છે. ન્યૂયોર્ક કે પેરિસ જેવાં શહેરોને ૩ડી વ્યૂમાં ખરેખર જોવા જેવાં છે.

તમે જો ગૂગલ અર્થની વારંવાર મુલાકાત લીધી હોય તો તમે જાણતા હશો કે તેમાં એક પાસો ફેંકીને (એટલે પાસાના આઇકન પર ક્લિક/ટેપ કરીને!) પૃથ્વી પરના કોઈ પણ અજાણ્યા પણ અનોખા સ્થળ પર પહોંચવાની સગવડ ઉમેરવામાં આવી છે. ગૂગલ કહે છે કે પાછલા એક વર્ષમાં દર સેકન્ડે લગભગ છ વાર આ પાસો ફેંકવામાં આવ્યો અને લોકોએ અવનવાં સ્થળોની મુલાકાત લીધી.

ગૂગલ અર્થના એન્ડ્રોઇડ અને આઇઓએસની એપ તરીકેના વર્ઝનમાં પોસ્ટકાર્ડ નામની એક સુવિધા ઉમેરાઈ છે. જેની મદદથી આપણને કોઈ મજાનું સ્થળ જોવા મળે તો આપણે તેનું પોસ્ટકાર્ડ બનાવીને મિત્રો સાથે શેર કરી શકીએ છીએ. ગૂગલ કહે છે કે પાછલા ફક્ત એક વર્ષમાં ચારેક કરોડ લોકોએ આવી રીતે ગૂગલ અર્થ પર પોસ્ટકાર્ડ બનાવીને અન્ય લોકો સાથે શેર કર્યાં (આની સરખામણીમાં ફેસબુકની પોસ્ટ કે યુટ્યૂબના વીડિયોનું શેરિંગ ક્યાંય વધુ હશે, પણ બંને વાત સાવ જુદી છે!).

બે ચાર અઠવાડિયા પહેલાં આપણે અહીં જ વાત કરી ગયા છીએ કે ગૂગલ અર્થમાં વોયેજર નામની સુવિધાની મદદથી દક્ષિણ ભારતનાં રાજ્યોની સ્કૂલ્સમાં ઇતિહાસ નવી રીતે શીખવવાની શરૂઆત થઈ છે. વોયેજરમાં દાંડીકૂચ પણ અનોખી રીતે આવરી લેવામાં આવી છે. વોયેજરમાં આવી ૩૦૦ જેટલી ઇન્ટરએક્ટિવ ટુર્સ ઉમેરાઈ છે. જેનો તમે લાભ લઈ શકો છો. પૃથ્વીનાં નૈસર્ગિક સ્થળો, એમેઝોનનાં જંગલો, સોલર સિસ્ટમ, અર્થ વ્યૂ, અર્થ એટ નાઇટ વગેરે વોયેજર ટુર ખાસ જોવા જેવી છે. આ વેકેશનમાં ટ્રાય કરી જુઓ.

To download google earth on Android click on below link :

https://play.google.com/store/apps/details?id=com.google.earth&hl=en

For More Info Like Our Facebook Page : 

https://www.facebook.com/LunawadaInfo/