ગુજરાતમાં કીકી ચેલેન્જનો પ્રથમ વીડિયો વાયરલ, વડોદરાની મહિલાએ કર્યા ડાન્સ સ્ટેપ્સ

આ વીડિયો વડોદરાની એક કોમેડિયન મહિલાનો છે. વીડિયોમાં મહિલા પોતાની કાર બહાર ડાન્સ કરી રહી છે.

હજી તો ગઈકાલે એટલે કે મંગળવારે જ ગુજરાત પોલીસે એક ટ્વિટ કરીને લોકોને કીકી ચેલેન્જ ન આપવા કે ન સ્વીકારવાની શીખામણ આપી હતી. પરંતુ ગુજરાત પોલીસની ચેતવણી કે સલાહની કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી. ગુજરાતમાં કીકી ચેલન્જનો પ્રથમ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાની એક કોમેડિયન મહિલાનો છે. વીડિયોમાં મહિલા પોતાની કાર બહાર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલા રિઝવાના મીર હોવાનું જાણવા મળ્યું છે.

વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે?

વડોદરાના વાયરલ થયેલા આ વીડિયોમાં રિઝવાના મીર નામની મહિલા કાર નીચે વિવિધ સ્ટેપ્સ કરી રહી છે. રિઝવાના મીર કોમેડિયન હોવાનું માલુમ પડ્યું છે. આ વીડિયા તેના પુત્ર સૈયદ મીરે શૂટ કર્યો હતો. મહિલાના પુત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો કે કારને બે લોકો ધક્કો મારીને ચલાવી રહ્યા હતા. તેની માતાએ કારમાંથી કૂદકો માર્યો ન હતો પરંતુ તે પહેલેથી જ કારની બહાર હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ વીડિયોને અત્યાર સુધી એક લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, તેમજ એક હજારથી વધારે લોકો તેના પર પ્રતિક્રિયા આપી ચુક્યા છે.

જોખમી છે કીકી ચેલન્જ

ગત વર્ષે બ્લૂ વ્હેલ નામની એક ચેલેન્જ ગેમે દુનિયાભરમાં અનેક લોકોનાં જીવ લીધા હતા. આ ગેમમાં લોકોને પોતાના શરીરને ઈજા પહોંચાડવા માટે અલગ અલગ ચેલેન્જ આપવામાં આવતી હતી. ગેમના અંતિમ સ્ટેજમાં યુઝરને આપઘાત કરવા માટે કહેવામાં આવતું હતું. ભારત સરકારે આ ગેમ પર પ્રતબિંધ મૂકી દીધો હતો. બીજી જ આવી એક ગેમ પોકેમોન ગોએ પણ દુનિયાભરના લોકોને ખૂબ ઘેલું લગાડ્યું હતું. એટલે સુધી કે લોકો અડધી રાત્રે પણ મોબાઇલ લઈને રસ્તાઓ પર પોકેમોને શોધતા જોવા મળ્યા હતા. આજકાલ આવી જ એક ખતરનાક ચેલેન્જે લોકોને ઘેલું લગાડ્યું છે. લોકો તેને કીકી ચેલેન્જ કરી રહ્યા છે. ગુજરાત પોલીસે એક ટ્વિટ કરીને લોકોને આવી કોઇ ચેલન્જમાં ભાગ ન લેવાનું જણાવ્યું છે.

ગુજરાત પોલીસે કીકી ચેલેન્જ બાબતે કર્યું ટ્વિટ

કીકી ચેલેન્જ બાબતે ગુજરાત પોલીસે એક ટ્વિટ કરીને કહ્યું છે કે લોકોએ આવી કોઈ ચેલેન્જ આપવી કે સ્વીકારવી નહીં. પોલીસે ટ્વિટમાં એવી પણ વિનંતી કરી છે કે તમારા બાળકો, સહકર્મીઓ કે અન્ય વ્યક્તિને આવા સ્ટેપ ન કરવા સમજણ આપો.

શું છે કીકી ચેલેન્જ?

આ ચેલેન્જમાં વ્યક્તિએ પોતાની કાર નીચે કૂદીને ડાન્સ કરવાનો હોય છે. વ્યક્તિ જ્યારે ડાન્સ કરી રહ્યો હોય ત્યારે તેની ગાડી કોઈ વ્યક્તિ ધીમી ગતિએ ચલાવતો રહે છે. તેમજ ડાન્સ કરી રહેલા વ્યક્તિનો વીડિયો શૂટ કરવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને અન્ય લોકોને આવું કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.

કીકી ચેલેન્જ કેમ જોખમી?

આ ચેલેન્જ ખૂબ જ જોખમી છે. કારણ કે રસ્તા પર આવી રીતે ડાન્સ કરીને વીડિયો ઉતારતી વખતે અકસ્માતનું જોખમ રહે છે. અસંખ્ય એવા બનાવો સામે આવી રહ્યા છે જ્યાં આ ચેલેન્જ પૂરી કરતી વખતે વ્યક્તિ કોઈ વાહન સાથે કે રસ્તાની બાજુમાં કોઈ વસ્તુ સાથે અથડાયો હોય. દેશભરમાં કીકી ચેલેન્જને કારણે અનેક અકસ્માતો થયાના બનાવો સામે આવી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, જયપુર પોલીસ આ પહેલા જ લોકોને આવી ચેલેન્જ નહીં સ્વીકારવાની અપીલ કરી ચુકી છે.

કેવી રીતે પડ્યું નામ?

કીકી ચેલન્જનો જન્મ કેનેડિયનના પ્રસિદ્ધ રેપર ડ્રેકના ગીત ‘In My Feelings’માંથી થયો છે. આ ગીતમાં "Keke [kiki] do you love me? જેવા લિરિક્સ છે. આના પરથી જ આનું નામ કીકી ચેલેન્જ પડ્યું છે. આ ચેલેન્જને In My Feelings Challenge પણ કહેવામાં આવે છે.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com

Source : Divyabhaskar