6 GB રેમ સાથે લોન્ચ થયો Vivo X21, જાણો ફીચર્સ અને કિંમત

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની વિવોએ આઇફોન Xની ડિઝાઇનથી ઇન્સ્પાયર્ડ ફોન કર્યો લોન્ચ.

 ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની વિવોએ નવો સ્માર્ટફોન Vivo X21 ચીનમાં લોન્ચ કરી દીધો છે. કંપનીએ તેનો બીજો એક વેરિઅન્ટ Vivo X21 UD પણ લોન્ચ કર્યો. Vivo X21માં ફિંગરપ્રિન્ટ સ્કેનર બેકમાં આપવામાં આવ્યું છે. જ્યારે Vivo X21 UDમાં અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. તે સિવાય બંને સ્માર્ટફોનના ફીચર્સ સમના છે.

 - વિવો એક્સ 21 અને વિવો એક્સ 21 યુડી બંને સ્માર્ટફોનની ડિઝાઇન આઇફોન X પરથી ઇન્સ્પાયર્ડ છે. 

- વિવોના બંને સ્માર્ટફોનમાં આઇફોન એક્સની જેમ સ્ક્રીન પર નોચ જોવા મળે છે.

 

Vivo X21 અને Vivo X21 UDના ફીચર્સ

 

- 6.28 ઇંચની 19:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ HD+ ડિસ્પ્લે
- 6 જીબી રેમ
- 64 જીબી અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 12 મેગાપિક્સલ + 5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા

- Vivo X21 ઓરોરા વ્હાઇટ, ડ્રિલ બ્લેક અને રુબી રેડ કલરમાં મળશે. 
- Vivo X21 UD ડ્રિલ બ્લેક અને રુબી રેડ એમ બે ઓપ્શનમાં મળશે. 
- Vivo X21 6GB/64GB વેરિઅન્ટની કિંમત 2898 Yuan (અંદાજે 29830 રૂપિયા), 6GB/128GB વેરિઅન્ટની કિંમત 3198 Yuan (અંદાજે 33000 રૂપિયા) અને Vivo X21 UD (6GB/128GB) વેરિઅન્ટની કિંમત 3598 Yuan (અંદાજે 37000 રૂપિયા) રાખવામાં આવી છે. 
- વિવો X21 અને વિવો X21 UD સ્માર્ટફોનનું વેચાણ 24 માર્ચથી શરૂ થશે. 

 

Vivo X21ના લોન્ચ પહેલા ચાઇનીઝ કંપની ઓપ્પો પણ આઇફોન એક્સની ડિઝાઇન પરથી ઇન્સ્પાયર્ડ સ્માર્ટફોન Oppo R15 અને Oppo R15 Dream Mirror Edition લોન્ચ કરી ચૂકી છે. 1લી એપ્રિલથી માર્કેટમાં લોન્ચ થનારા ઓપ્પો R15 અને વિવો X21 વચ્ચે સીધી ટક્કર થશે. 

 

Oppo R15 અને R15 Dream Mirror Editionના ફીચર્સ


- 6.28 ઇંચની ફુલ એચડી+ OLED સ્ક્રીન
- 6 જીબી રેમ
- 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- Oppo R15માં તથા R15 Dream Mirror Editionમાં 16 MP + 5 MPના ડ્યુઅલ રિઅર કેમેરા છે
- Oppo R15માં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 
- જ્યારે Oppo R15 Dream Mirror Editionમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
- Oppo R15માં 3450 mAhની બેટરી છે
- જ્યારે Oppo R15 Dream Mirror Editionમાં 3400 mAhની બેટરી છે.
- બંને ફોન VOOC ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
- બંને ફોન 4G VoLTEને સપોર્ટ કરે છે.

- ઓપ્પો આર15 સ્નો વ્હાઇટ, હોટ રેડ અને સ્ટાર પર્પલ રંગના વેરિઅન્ટમાં મળશે. તેની કિંમત 2999 યુઆન (અંદાજે 31000 રૂપિયા) રાખવામાં આવી છે. 
- જ્યારે ઓપ્પો આર15 ડ્રીમ મિરર એડિશનના ડ્રીમ મિરર રેડ વર્ઝનને 3299 યુઆન (અંદાજે 34000 રૂપિયા)માં ખરીદી શકાશે. 
- ફોનનો સિરામિક વેરિન્ટ 3499 યુઆન (અંદાજે 36000 રૂપિયામાં) ખરીદી શકાશે. 

Like Our Facebook Page for More Info : 

https://www.facebook.com/LunawadaInfo/