શું તમારી WhatsApp ચેટ હિસ્ટ્રી આપમેળે થઈ જશે ડિલીટ? એપ્લિકેશનમાં થયો મોટો ફેરફાર

ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ઓગસ્ટમાં અમે તમને જણાવ્યું હતું કે, કંપનીએ ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે. જેના હેઠળ ગૂગલ ડ્રાઈવમાં વોટ્સએપના ચેટ્સ બેકઅપ ડિફોલ્ટ કરી દેવાયું છે.

ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ઓગસ્ટમાં અમે તમને જણાવ્યું હતું કે, કંપનીએ ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે. જેના હેઠળ ગૂગલ ડ્રાઈવમાં વોટ્સએપના ચેટ્સ બેકઅપ ડિફોલ્ટ કરી દેવાયું છે. કંપનીએ એમ પણ કહ્યું કે, જો 12 નવેમ્બર સુધી યુઝર્સે તેમના વોટ્સએપ ચેટ્સ બેકઅપને ગૂગલ ડ્રાઈવ પર રિફ્રેશ ના કર્યું તો તેમની ચેટ હિસ્ટ્રી ડિલીટ થઈ શકે છે. જોકે, આ ગંભીર સમસ્યા નથી, કારણ કેજો તમે કાયમ બેકઅપ લો છો કે પછી ચેટ્સ તમારા સ્માર્ટફોનમાં છે તો ડિલીટ નહીં થાય.

આ ફીચર તમારા માટે ફાયદાકારક

ગૂગલ સાથે કરાયેલી પાર્ટનરશિપ હેઠળ ગૂગલ ડ્રાઈવ પર વોટ્સએપ ચેટ્સનું બેકઅપ રાખવાથી તમને આપેલા સ્પેસમાં કોઈ ઘટાડો નહીં થાય. ગૂગલ ડ્રાઈવ પર વોટ્સએપ ચેટ્સ બેકઅપ રાખવાનો ફાયદો એ છે કે, તેને કોઈ પણ સ્માર્ટફોનપર સરળતાથી ઓપન કરી શકાય છે. જો તમે નવો ફોન લીધો છે કે પછી વોટ્સએપ માટે નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો એવામાં આ ફીચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

આ રીતે લો બેકઅપ

ગૂગલ ડ્રાઈવ પર વોટ્સએપનો બેકઅપ લેવા માટે તમારા સ્માર્ટફોન ગૂગલ ડ્રાઈવને એક્ટિવેટ કરી લો. બેકઅપ બનાવવા માટે વોટ્સએપના મેઈને મેન્યૂમાં જઈને સેટિંગ્સ પર ટેપ કરો. અહીંયા ચેટનું ઓપ્શન હશે અહીંયા તમે બેકઅપ ટૂ ગૂગલ ડ્રાઈવ સિલેક્ટ કરી શકો છો. અહીંયા બેકઅપ ફ્રિક્વન્સીનો ઓપ્શન મળસે જેને તમે તમારી રીતે પસંદ કરી લો. જે એકાઉન્ટમાં ચેટ્સબેકઅપ સેવ કરવી છે ત્યાં એન્ટર કરો. કંપનીએ યૂઝર્સને બેકઅપ લેતી વખતે ફોનને વાઈફાઈ સાથે કનેક્ટ કરવાની સલાહ આપી છે. કારણ કે બેકઅપ ફાઈલ્સ સાઈઝમાં અલગ હોય છે અને ડેટા ખપત કરે છે જેનાથી તમને એક્સ્ટ્રા ડેટાના પૈસા લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ ચેટ બેકઅપ સિસ્ટમ બીજી ચેટિંગ એપથી અલગ છે. કારણ કે, વોટ્સએપના ચેટ્સ અને મીડિયા કોઈ ડેટિકેટેડ સર્વિસમાં સ્ટોર થવાના બદલે ફોનમાં જ સ્ટોર થાય છે. એટલા માટે ફોન બદલતી વખતે વોટ્સએપનો ડેટા બેકઅપ લેવો જરૂરી હોય છે, એટલા માટે યુઝર્સને ગૂગલ ક્લાઉડનો સહારો લેવો પડે છે. જોકે, આઈફોનમાં વોટ્સએપ ડેટા iCloud પર બેકઅપ હોય છે, પરંતુ સમાન્ય રીતે લોકોનો ફ્રી ડેટા ઝડપથી પૂરો થઈ જાય છે.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com