વોટ્સએપમાં પેમેન્ટ

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે. જો તમને આ નવો વિભાગ જોવા ન મળે, તો તમારા જે મિત્રને જોવા મળતો હોય તે તમને પેમેન્ટ મોકલવાની ઇચ્છા બતાવે તો તમારી વોટ્સએપ એપમાં પણ આ સગવડ ઉમેરાઈ જશે.

આમ તો આ વર્ષની શરૂઆતથી જ વોટ્સએપમાં આ સગવડ ઉમેરાઈ ગઈ હતી, પણ કાયદાકીય કારણસર તેને ટેસ્ટિંગ માટે અમુક યૂઝર્સ પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. હજી પણ કાયદાની ગૂંચવણો તો છે જ. વોટ્સએપમાં આ વ્યવસ્થા યુપીઆઈ આધારિત છે. તમે ભીમ જેવી એપની મદદથી તમારા બેન્ક એકાઉન્ટને યુપીઆઈ વ્યવસ્થા સાથે સાંકળ્યું હોય તો એ અહીં કામ લાગશે.

બાકી બધું એકડેએકથી કરવા માટે, વોટ્સએપમાં સેટિંગ્સમાં પેમેન્ટ્સમાં જાઓ. હવે તમને તમારું ખાતું કઈ બેન્કમાં છે તે પૂછવામાં આવશે. તમે બેન્ક જણાવશો એટલે તેમાં રજિસ્ટર્ડ નંબર અને વોટ્સએપ નંબર એક જ છે કે નહીં તે ઓટીપીથી તપાસવામાં આવશે. જો તે વેરિફાય થાય અને તમારું એ બેન્ક એકાઉન્ટ તમે યુપીઆઈ સાથે પહેલેથી કનેક્ટ કર્યું હોય (એટલે કે તેનું વર્ચ્ચુઅલ આઇડી મેળવ્યું હોય અને એ બેન્ક ખાતા માટે યુપીઆઈ પિન મેળવ્યો હોય) તો તમે વોટ્સએપમાં રકમની આપ-લે માટે તૈયાર છો. બાકી નંબર વેરિફાય થયા પછી તમારા એ બેન્ક ખાતા માટે યુપીઆઇ આઇડી અને પિન મેળવવા, તમારા ડેબિટ કાર્ડના નંબરના છેલ્લા છ અંક અને કાર્ડની મુદતનો આખરી મહિનો/વર્ષ જણાવવાનાં રહેશે. 


આટલું થતાં તમારું એ બેન્ક ખાતા માટેનું યુપીઆઇ આઇડી જનરેટ થશે. ભીમ, ગૂગલ તેઝ, પેટીએમમાં યુપીઆઇ આઇડી સહેલાઈથી યાદ રહે તેવાં બને છે, પણ વોટ્સએપમાં યાદ રાખવું મુશ્કેલ બને એવું આઇડી બને છે. પણ વોટ્સએપમાં આપણે એ આઇડી યાદ રાખવાની જરૂર જ નથી! વોટ્સએપમાં આ રીતે તમારો નંબર તમારા બેન્ક ખાતા અને યુપીઆઇ સાથે કનેક્ટ થઈ જાય પછી તમારે ફક્ત છ અંકનો યુપીઆઇ પિન યાદ રાખવાનો છે (જો ભીમ જેવી એપમાં એ જનરેટ કર્યો હશે તો એ જ પિન વોટ્સએપમાં પણ ચાલશે. યુપીઆઇ પિન જે તે બેન્ક ખાતા સંબંધિત હોય છે. તેને ભીમ, તેઝ કે વોટ્સએપ સાથે લેવાદેવા નથી).

 
તમારે વોટ્સએપમાંના કોઈ સ્વજનને રકમ મોકલવી હોય તો નવો મેસેજ મોકલો એ જ રીતે, એટેચમેન્ટ પર ક્લિક કરી, તેમાં 'પેમેન્ટ' પર ક્લિક કરો, રકમ લખો અને સેન્ડ કરો! તમારે યુપીઆઇ પિન આપવો પડશે. એ સાચો હશે અને સામેની વ્યક્તિએ પણ આ જ રીતે, વોટ્સએપ નંબરને પોતાના યુપીઆઇ લિંક્ડ બેન્ક એકાઉન્ટમાં વેરિફાય કર્યો હશે તો તરત જ એમના ખાતામાં રકમ જમા થઈ જશે! પેટીએમ (વોલેટ કે યુપીઆઇ) શોપિંગ, સર્વિસ, ફોન રિચાર્જ વગેરે અનેક જગ્યાએ સ્વીકારાય છે, પણ વોટ્સએપમાં અત્યારે બે વ્યક્તિ વચ્ચેની આપ-લે શક્ય છે.

ભારત સરકારના આઇટી મંત્રાલયે ડેટા પ્રાઇવસી અંગે અને એપ લોક અંગે ખુલાસા માગ્યા હોવાથી આ વ્યસ્થા હજી ખોરંભે ચઢે તો નવાઈ નહીં, પણ તમારી એપમાં એ આવી ગઈ હોય તો તેનો ઉપયોગ અત્યંત સહેલો છે.

 

Share  Photos Related Lunawada & Mahisagar with us on our email lunawada.com@gmail.com and we will publish your photos on Lunawada.com .

You can also share photos,news etc. on our Facebook Page and on Twitter also. Below is the details.

Note: (Share your photos with your name and Location)

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com